GSTV
Home » News » વર્લ્ડ કપ પહેલા ગંભીરે ટીમને ગંભીરતાથી કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામેની હાર ભારત માટે ચેતવણીનો સંકેત છે

વર્લ્ડ કપ પહેલા ગંભીરે ટીમને ગંભીરતાથી કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામેની હાર ભારત માટે ચેતવણીનો સંકેત છે

વર્લ્ડકપ અગાઉની આખરી વન ડે સિરીઝમાં ૨-૦થી સરસાઈ મેળવવા છતાં ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. આમ છતાં ભારતીય કેપ્ટન કોહલીએ જરા પણ શરમ કે રંજ વ્યક્ત કરવાના બદલે બિન્ધાસ્ત કહ્યું હતુ કે, આ હારથી ટીમ ઈન્ડિયા જરાય ગભરાઈ નથી. જોકે, ભારતીય ક્રિકેટ ચાહકો અને ક્રિકેટના જાણકાર વિવેચકો આ હારને અત્યંત ગંભીરતાથી જોઈ રહ્યા છે. રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયાને સાવધ કરતાં કહ્યું છે કે, વર્લ્ડકપ અગાઉની આખરી સિરીઝમાં ભારત જેવી રીતે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે હાર્યું છે તે ટીમ ઈન્ડિયા માટે ચેતવણી સમાન છે.

ભારત આસાનીથી વર્લ્ડકપ જીતી લેશે તેવા ખ્યાલોમાં રાચનારાઓને ચેતવતા દ્રવિડે કહ્યું કે, વિશ્વવિજેતા બનવું સહેલું નથી. લોકો એવી કલ્પના કરી રહ્યા છે કે, આપણે ત્યાં ફરવા જઈશું અને આસાનીથી વર્લ્ડકપ જીતીને પાછા આવી જઈશું. જો આમ થાય તો તેનાથી સારું બીજું શું કહેવાય ? ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન શ્રેણીની હાર એ બાબત દર્શાવી રહી છે કે, ભારતે જો આગામી વર્લ્ડકપમાં વિજય મેળવવો હોય તો ખુબ જ સારો દેખાવ કરતા રહેવું પડશે. દરેક ટીમ ત્યાં જીતના ઈરાદા સાથે આવી હશે અને કોઈ આસાન જીતની ભેટ નહી ધરે.

એક કાર્યક્રમમાં બોલતા હાલની ઈન્ડિયા-એ અને અંડર-૧૯ ટીમના કોચ દ્રવિડે કહ્યું કે, ભારતની ટીમમાં સંતુલન ઘણું સારુ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ટીમ ઈન્ડિયાનો દેખાવ પણ ઘણો જ સારો રહ્યો છે. લોકો ભલે માનતા કે વર્લ્ડ નંબર વન હોવાથી ટીમ ઈન્ડિયા જીતવા માટે ફેવરીટ છે અને તેઓ ઈંગ્લેન્ડમાં સફળતા મેળવશે જ. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની હાર છતાં હું પણ ભારતને ફેવરિટ માનું છું. જોકે વર્લ્ડકપ જીતવો આસાન હોતો નથી. વર્લ્ડકપ જેવી ઈવેન્ટમાં અત્યંત તીવ્ર સ્પર્ધા જોવા મળે છે.

ભારતીય ખેલાડીઓ તેમના વર્કલોડ અંગે સજાગ છે

દ્રવિડને પુછવામાં આવ્યું કે, આઇપીએલના વર્કલોડને કારણે ખેલાડીની રમત -ફિટનેસ પર અસર થઈ શકે છે. શું ભારતના વર્લ્ડકપના ખેલાડીઓને આઇપીએલમાં આરામ આપવો જોઈએ ? જે અંગે દ્રવિડે કહ્યું કે, મોટાભાગના ખેલાડીઓ આ મામલે ખુબ જ સજાગ બની ગયા છે. તેઓને ખબર છે કે, તેમના શરીરને કેવી રીતે હેન્ડલ કરવાનું છે. હું નથી માનતો કે આઇપીએલમાં આ વખતે ભારતના ટોચના ખેલાડીઓ તેમની ક્ષમતા બહાર જઈને રમવાનો પ્રયાસ કરશે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કમિન્સે કહ્યું હતુ કે, આરામ કરીને પાછા ફરવાને બદલે તે સતત રમતો રહીને વધુ સારુ પર્ફોમન્સ આપી શકે છે. આ માટે હું માનું છું કે, દરેક ખેલાડી ભિન્ન છે.

આઇપીએલની ફ્રેન્ચાઈઝી પર બોર્ડ દબાણ ન કરે : માંજરેકર

કાર્યક્રમમાં ઉપસ્થિત માંજરેકરે કહ્યું કે, વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને કેટલાક ખેલાડીઓને આરામ આપવામાં આવે તેવું દબાણ બીસીસીઆઇએ ફ્રેન્ચાઈઝી પર કરવું ન જોઈએ. આઇપીએલ સ્વતંત્ર છે અને તેમાં કોઈની દખલગીરી થાય તે યોગ્ય ન કહેવાય. ખેલાડીઓ અને ફ્રેન્ચાઈઝી બંને પરિસ્થિતિને જાણે છે અને આપણે તેમના પર આ અંગેનો નિર્ણય છોડવો જોઈએ.

READ ALSO

Related posts

આજના દિવસે IPLના ઈતિહાસની એ ઈનિંગ રમાઈ હતી, જે જોઈ દુનિયા આખી મોઢામાં આંગળા નાખી ગયેલી

Mayur

એક થપ્પડે ખરાબ કરી નાખ્યું આ અભિનેત્રીનું જીવન, ઘરમાંથી મળી ત્રણ દિવસ જુની સડેલી લાશ

Arohi

મોરબીમાં ઉદ્યોગકારોને પડ્યા પર પાટુ લાગવા જેવી સ્થિતિ

Alpesh karena