GSTV
Home » News » શિયાળુ સત્ર પહેલા મોદી સરકાર કેબિનેટમાં કરશે મહત્વના ફેરફાર, નવા ચહેરાઓને મળશે સ્થાન

શિયાળુ સત્ર પહેલા મોદી સરકાર કેબિનેટમાં કરશે મહત્વના ફેરફાર, નવા ચહેરાઓને મળશે સ્થાન

સંસદના શિયાળુ સત્ર પહેલા મોદી કેબિનેટમાં મોટા ફેરફાર થઇ શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી સંસદના સત્ર પહેલા કેબિનેટમાં ફેરફાર કરે તેવી પૂરી શક્યતા છે. પીએમ મોદી પોતાની કેબિનેટમાં કેટલાક નવા ચહેરાઓને જગ્યા આપી શકે છે. જેમાં મોટાભાગના નેતાઓ ભાજપના સહયોગી પક્ષોના હોઇ શકે છે. 30 મેના રોજ બીજી વખત કાર્યભાર સંભાળ્યા બાદ પીએમ મોદીએ જ્યારે તેમની ટીમ બનાવી તો તેમાં જેડીયુમાંથી કોઇ નહોતું.

આ ઉપરાંત શિવસેનાને પણ પ્રતિકાત્મક પ્રતિનિધિત્વ મળ્યું હતું. પરંતુ હવે ભાજપના સાથી પક્ષોમાંથી કેટલાક વધુ પ્રધાનોને સરકારમાં સામેલ કરવામાં આવી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ પીએમ મોદી તેમના બીજા કાર્યકાળમાં પ્રધાનોના અત્યાર સુધીના કામકાજની સમીક્ષા પણ કરશે. જેના આધારે કેબિનેટમાં ફેરફાર થશે. સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ચાલશે.

મોદી સરકાર સત્તામાં આવી તેના 130 પ્લસ દિવસ જેટલો સમય પસાર થઈ ગયો છે. સત્તામાં આવેલી મોદી સરકારને ભાજપના સહયોગીઓ પર આધાર રાખવો નહોતો પડ્યો કારણ કે ભાજપને જ 300થી વધારે સીટો એકલે હાથે મળી હતી. પરિણામે કેબિનેટમાં સાથી પક્ષોને સ્થાન મળવાનું ચિત્ર ધૂંધળુ લાગી રહ્યું હતું. આમ છતા સાથી પક્ષોમાંથી એક એકને સમાવી મોદી સરકારે મનામણા કર્યા હતા. જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રિસાય ગયા હતા. તેમને એક કરતાં વધારે સાંસદો મોદી સરકારમાં જોઈ હતા જે મોદી સરકાર કરી શકે તેમ ન હતી.

આમ છતાં કેન્દ્રની સરકારે તેમના પર વધારે ધ્યાન નહોતું આપ્યું. ત્યારે એક્ઝિટ પોલમાં હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપ સત્તા બનાવી રહ્યું છે અને આગામી 18 તારીખથી શિયાળુ સત્ર ચાલુ થઈ રહ્યું છે ત્યારે મોદી સરકાર હવે કેબિનેટમાં નવા ફેરફાર કરશે. આ ફેરફારમાં ખાસ તો એ જોવાનું રહેશે કે કયા નવા ચહેરાઓને મોદીની કેબિનેટમાં સ્થાન મળે છે. આ પહેલા 2014ની સરકારમાં જે લોકોની કામગીરીથી પ્રધાનમંત્રી નાખુશ હતા તેમને મંત્રી પદ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેમાં મહત્વનું પદ રાજસ્થાનના સાંસદ અને ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડનું હતું. જેમની જગ્યા હાલ કિરણ રિજિજ્જુએ લીધી છે. ત્યારે આવા કોઈ નેતાઓ હશે જેમને પોતાના પદને ખાલી કરવાનો વારો આવે તે પણ જોવાનું રહેશે.

READ ALSO

Related posts

NCP, શિવસેના અને કોંગ્રેસ સરકાર ન બનાવે આ માટે ભાજપે રચ્યો હતો આ માસ્ટરપ્લાન

Mayur

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi

આ બે નેતાઓના કારણે શિવસેનાનું સત્તા મેળવવાનું સપનું ‘સપનું’ જ બનીને રહી ગયું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!