GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

મોદી સરકારના બીજા કાર્યકાળના શપથગ્રહણ પહેલા, આજે જેડીયુની મહત્વની બેઠક

મોદી સરકારના બીજા કાર્યકાળના શપથગ્રહણ સમારોહ પહેલા આજે જેડીયુની મહત્વની બેઠક મળી રહી છે. જેડીયુના અધ્યક્ષ અને બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારના દિલ્હી સ્થિત નિવાસસ્થાને યોજાનારી આ બેઠકમાં મોદી સરકારના પ્રધાનમંડળમાં જેડીયુના ક્વોટામાંથી પ્રધાનપદને લઇને પણ ચર્ચા થઇ શકે છે.

બેઠકમાં કેન્દ્રીય પદાધિકારીઓ સહિત અનેક ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે. નવા પ્રધાનમંડળના શપથગ્રહણ પહેલા જેડીયુની આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવે છે. બેઠકમાં સંગઠનને વધુ મજબૂત કરવા પર પણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

મહત્વનું છે કે લોકસભા ચૂંટણીમાં એનડીએએ બિહારમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રાજ્યની કુલ 40 બેઠકો પૈકી એનડીએએ 39 બેઠકો પર જીત મેળવી મહાગઠબંધનના સુપડા સાફ કરી નાંખ્યા છે.

નરેન્દ્ર મોદીનો શપથગ્રહણ સમારોહ 30 મેએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથગ્રહણ સમારોહ 30 મેના દિવસે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાવાનો છે ત્યારે સમારોહમાં ભાગ લેવા પાંચથી છ હજાર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં મહેમાનો હાજરી આપશે. વડાપ્રધાન મોદી સાથે તેમનું મંત્રીમંડળ પણ શપથ લેશે. 

અગાઉ એવું મનાતું હતું કે ભાજપને જે પ્રચંડ વિજય મળ્યો છે એ જોતાં શપથસમારોહ ભવ્ય હશે પરંતુ જાણવા મળ્યું છે કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નિર્દેશો અનુસાર આ સમારોહ સાદગીપૂર્ણ અને ગરિમામય રહેશે. આ ચોથી વખત છે જ્યારે વડાપ્રધાનનો શપથગ્રહણ સમારોહ દરબાર હોલના સ્થાને રાષ્ટ્રપતિ ભવનમાં યોજાઇ રહ્યો છે. મહેમાનોની મોટી સંખ્યાને જોતાં સમારોહ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાશે. આમંત્રિત મહેમાનો માટે વેજ-નોનવેજ બંને પ્રકારના ભોજનની સગવડ ગોઠવવામાં આવશે.

આ શપથગ્રહણ સમારોહ 2014ના સમારોહ જેવો જ રહેશે. ઉલ્લેખનીય છે કે 2014માં વડાપ્રધાન મોદીના શપથગ્રહણ સમારોહમાં ચાર હજાર મહેમાનોએ હાજરી આપી હતી.

Read Also

Related posts

હવે માણસોની ભાષા બોલશે સેક્સ રોબર્ટ, અહીં થઈ રહ્યુ છે ઉત્પાદન

Pravin Makwana

LICની આ પોલીસીમાં રોકાણ કરીને આપ વર્ષે 50 લાખ સુધીનું પેન્શન મેળવી શકશો, જીંદગીભર મળશે ફાયદો

Pravin Makwana

લર્નિંગ લાઈસન્સ માટે ક્યા પ્રકારની પ્રોસેસ હોય છે, આ રીતે કઢાવી શકશો તમારુ કાચુ લાઈસન્સ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!