GSTV
Home » News » પરિણામ પહેલા સત્તાની રણનીતિ… આજે NDAની મહત્વપૂર્ણ બેઠક, આ વરિષ્ઠ નેતાઓની રહેશે હાજરી

પરિણામ પહેલા સત્તાની રણનીતિ… આજે NDAની મહત્વપૂર્ણ બેઠક, આ વરિષ્ઠ નેતાઓની રહેશે હાજરી

bjp nda meeting

ભાજપની આગેવાનીવાળા એનડીએના વરિષ્ઠ નેતાઓ આજે બેઠક યોજવાના છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહેવાના છે. ભાજપના સૂત્રો તરફથી આ વાત જાણવા મળી છે. આ બેઠકમાં બિહારના મુખ્યપ્રધાન અને જેડીયુ અધ્યક્ષ નીતિશ કુમાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એલજેપીના નેતા રામવિલાસ પાસવાન ભાગ લેશે.

આ બેઠક લોકસભા ચૂંટણી પરિણામોના બે દિવસ પહેલા યોજવામાં આવી રહી છે. ભાજપના કાર્યાલયમાં કેન્દ્રીય પ્રધાન સહિત ભાજપના નેતાઓની એક બેઠક સહયોગી પક્ષોની સાથે ડીનર પહેલા યોજાશે. એક્ઝિટ પોલમાં ભાજપ સમર્થિત એનડીએને સ્પષ્ટ બહુમતી મળવાના પૂર્વાનુમાન સામે આવ્યા બાદ ભાજપ દ્વારા ડીનરનું આયોજન કરાયું.

ચૂંટણી સર્વે પ્રમાણે એનડીએને 303 જેટલી બેઠક મળી રહી છે. જ્યારે લોકસભામાં બહૂમતીનો આંકડો 271 છે. જે આંકડાને એનડીએ વટાવી શકે છે. જેથી દેશમાં ફરીવાર એનડીએ સરકાર બનાવનો દાવો ચૂંટણી સર્વેમાં કરવામાં આવી રહ્યો છે.

મધ્યપ્રદેશમાં આ છે યોજના

મહત્વનું છે કે કમલનાથના નેતૃત્ત્વવાળી મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકારે વિધાનસભામાં બહુમતી પુરવાર કરવી જોઇએ તેમ ભાજપે જણાવ્યું હતું.  વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ગોપાલ ભાર્ગવે જણાવ્યું હતું કે તેમનો પક્ષ રાજ્યપાલ આનંદીબેન પટેલને મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા અને સરકારને બહુમતી પુરવાર કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની અપીલ કરશે.

ભાર્ગવે પત્રકારોને જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માટે હું રાજ્યપાલ આનંદીબેન પટેલને પત્ર લખીશ. અમે ખેડૂતોની લોન માફી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માગીએ છીએ અને સરકારનું શક્તિ પ્રદર્શન જોવા માગીએ છીએ. 

તેમણે કોંગ્રેસ પર આરોપ મૂક્યો છે કે તે કૃષિ લોન માફી જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓની વિધાનસભામાં ચર્ચા કરવાને બદલે પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના નિવાસસ્થાને કાગળો નાખી રહી છે.

કોંગ્રેસે દાવો કર્યો છે કે તેણે રાજ્યના ૨૧ લાખ ખેડૂતોની કૃષિ લોન માફ કરી દીધી છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાથી દૂર ભાગી રહી છે. 

નિર્ણય લેવામાં કમલનાથના નેતૃત્ત્વવાળી સરકાર નબળી સાબિત થઇ રહી છે તેથી અમે જાણવા માગીએ છીએ કે સરકાર પાસે પૂર્ણ બહુમત છે કે નહીં. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સ્થિરતા અંગે અનેક અનિશ્ચિતતાઓ પ્રવર્તી રહી છે. લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળવાની શક્યતાના બીજા દિવસે મધ્યપ્રદેશ ભાજપે આ માગ કરી છે. 

Read Also

Related posts

કમલમ્ ખાતે ધમધમાટ: આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપની બે પ્રકારની બેઠકો યોજાશે

Riyaz Parmar

2018ની બેચના તાલીમી IPS અધિકારીઓ ગુજરાત પ્રવાસે, મુખ્યમંત્રીએ કરી મુલાકાત

Path Shah

આવતીકાલે સાંજે ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક, આ મુદ્દે અપાશે માર્ગદર્શન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!