GSTV
Home » News » ગાંધીનગરના મેયર ચાર્જ સંભાળે પહેલાં હોબાળો : પોલીસનો કાફલો ખડકાયો, કોંગ્રેસ આક્રમક

ગાંધીનગરના મેયર ચાર્જ સંભાળે પહેલાં હોબાળો : પોલીસનો કાફલો ખડકાયો, કોંગ્રેસ આક્રમક

ગાંધીનગર મહાપાલિકાના મેયર તરીકે રીટાબહેન પટેલ ચાર્જ સંભાળે તે પહેલા કોંગી કોર્પોરેટરોએ કમિશનરની ઓફિસ બહાર હોબાળો મચાવ્યો. નિયમોનું ઉલ્લંઘન કરીને રીટાબહેનના નામની પસંદગી થઈ હોવનો વિપક્ષનો આક્ષેપ છે. અને આ અંગે તેઓ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા જતા હતા.જોકે તેઓને કમિશનર સાથે મુલાકાત ન કરવા દેવામાં આવતા કોગી કોર્પોરેટરો અને વિપક્ષના નેતાએ કમિશનર ઓફિસ બહાર હોબાળો કર્યો હતો. અને મેયર ન ચાર્જ ના સંભાળે તે માટે પોતાની રજૂઆત વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો.

આ અગાઉ કોગી કોર્પોરેટરોએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આ અંગે રજૂઆત કરી છે. સામાન્ય સભા કર્યા વગર મેયરનું નામ જાહેર કરી દેવામાં આવ્યુ..જેને નિયમોનું ઉલ્લંઘન કર્યાનો વિપક્ષનો આક્ષેપ છે. ઉલ્લેખનિય છે કે, ગાંધીનગરમાં મેયર પદની ચૂંટણી બાદ મેયરના નિમણુકનું કોકડુ ગુંચવાયેલુ હતુ. આ મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.જોકે થોડા દિવસ અગાઉ હાઇકોર્ટે મંજૂરી આપતા રીટાબેન પટેલ નવા મેયર તરીકે આજે ચાર્જ સંભાળશે.

READ ALSO

Related posts

રેલવે સ્ટેશને પાંચ મિનિટમાં ટિકિટ ન મળે તો આ નંબર પર કરો ફરિયાદ, રેલવેએ શરૂ કરી નવી સર્વિસ

Bansari

વેસ્ટઇન્ડીઝમાં ન ચાલ્યા આ 4 ખેલાડીઓ તો, કાયમ માટે કપાઇ જશે પત્તુ

NIsha Patel

મુંબઈમાં ભારે વરસાદના કારણે લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનને અસર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!