મરાઠા સમુદાયને અનામતની જાહેરાત, ઔવેસીએ કહ્યું પહેલા મુસ્લિમોને માટે આ કામ કરો

મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારે મરાઠા સમૂદાયને 16 ટકા અનામત આપવાની જાહેરાતનો અમલ કરવા વિધાનસભામાં બિલ પાસ કરાવ્યું. ત્યાર બાદ બીજા સમુદાયના લોકો પણ અનામતની માગ કરી રહ્યાં છે. AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રમાં મુસ્લિમોને અનામતનો મુદ્દો ઉઠાવ્યો. ઓવૈસીએ ટ્વીટ કરીને કહ્યું કે રોજગાર અને શિક્ષણમાં પછાત રહેલા મુસલમાનોને વંચિત રાખવા અન્યાય છે.

હું સતત કહેતો આવ્યો છું કે મુસ્લિમ સમુદાયમાં એવી પછાત જાતીઓ છે જે પેઢીઓથી ગરીબીમાં છે. અનામત દ્વારા તેમને બહાર કાઢી શકાય છે. ઓવૈસીની માગને ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ સમર્થન આપ્યું છે. શિવસેનાના ધારાસભ્ય સુનીલ પ્રભુએ કહ્યું કે શિવસેના સમાજમાં પછાત લોકોને ન્યાય અપાવવા અવાજ ઉઠાવશે. પછી ભલે તે મુસ્લિમ જ કેમ ન હોય. અન્યાય વિરુદ્ધ લડી રહ્યાં છીએ અને લડતાં રહીશું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter