GSTV
Home » News » LRD પરીક્ષાની પહેલા તમામ કેન્દ્રો પર જંગ જેવી તૈયારીઓ પૂર્ણ, પોલીસની પરીક્ષામાં પોલીસ

LRD પરીક્ષાની પહેલા તમામ કેન્દ્રો પર જંગ જેવી તૈયારીઓ પૂર્ણ, પોલીસની પરીક્ષામાં પોલીસ

6 જાન્યુઆરીના રોજ યોજાનારી લોકરક્ષક ભરતીની પરીક્ષાને લઇ પરીક્ષા કેન્દ્રોમાં તમામ તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પરીક્ષામાં બેસનાર ઉમેદવારોને તકલીફ ના પડે તે માટે નંબર પરીક્ષા કેન્દ્રના ગેટ પર તેમજ લોબી અને ક્લાસ રૂમમાં લગાવી દેવાયા છે. તો કલાસ રૂમ અને લોબીમાં સીસીટીવી મારફતે પણ નજર રાખવામાં આવશે. તો બહારગામના પરીક્ષાર્થીઓ માટે અમદાવાદથી 600થી વધુ વધારાની બસો દોડાવાશે. અમદાવાદથી ભાવનગર વચ્ચે 116 બસો દોડાવાશે, તો 20 બસો બોટાદમાં, 54 બસો સુરેન્દ્રનગર, 77 બસો વડોદરા, જ્યારે ઉત્તરગુજરાતમાં 332 બસો અમદાવાદથી દોડાવાશે. 18 હજારથી વધુ ઉમેદવારોએ આ માટે એડવાન્સ બુકિંગ કરાવ્યું છે.

Related posts

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

મોડાસાના વાંટવા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, રાજસ્થાનનાં મહંતનું મોત

Nilesh Jethva

અમદાવાદ એરપોર્ટ દાણચોરી માટે બન્યું કુખ્યાત, કરોડો રૂપિયાનું સોનુ ઘુસાડવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!