GSTV

IPL 2022 : આઇપીએલ મેગા હરાજી પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે લીધો ખુબ જ મોટો નિર્ણય, આગામી ત્રણ વર્ષ સુધી આ ટીમનો હિસ્સો રહેશે ધોની

Last Updated on November 24, 2021 by Zainul Ansari

વર્ષ 2022ની આઇપીએલ મેગા હરાજી પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે ખુબ જ મોટો નિર્ણય લીધો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે એમએસ ધોનીને જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર ધોની આગામી ત્રણ વર્ષ સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે. ધોની ઉપરાંત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ઓપનર રિતુરાજ ગાયકવાડને પણ ચેન્નાઈ સુપર કિંગ્સે ટીમમા રાખવાનું મન બનાવ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સના સૌથી સફળ બેટ્સમેન સુરેશ રૈનાને આ વખતે રિટેન કરવામાં આવ્યા.

ચેન્નાઈ સુપર કિંગ્સનો ખેલાડી કોણ રહેશે..? તે હજી નક્કી થયું નથી. મળતી માહિતી મુજબ ચેન્નાઈ સુપર કિંગ્સ મોઈન અલીને ટીમમાં રાખવા માંગે છે, જોકે તે હજુ તે આ બાબતે સંમત છે કે નહીં તે હજુ નક્કી થયું નથી. જો મોઈન અલી સંમત ન થાય તો ચેન્નાઈ સુપર કિંગ્સ સેમ કરણને જાળવી શકે છે. ફ્રેન્ચાઇઝીઓને ૩૦ નવેમ્બર સુધીમાં તેમના રિટેન રાખેલા ખેલાડીઓની સૂચિ સોંપો. તમામ ફ્રેન્ચાઇઝી માત્ર ચાર ખેલાડીઓને જ રાખી શકે છે. જેમાં 3 ભારતીય અને એક વિદેશી ખેલાડીનો સમાવેશ થાય છે.

ધોની

આગામી ત્રણ વર્ષ માટે આઇપીએલ રમશે ધોની :

ધોનીને રિટેન કરે તો તેમાં કશું ચોંકાવનારું નથી કારણકે, આ ખેલાડીના આધારે ચેન્નાઈ સુપર કિંગ્સની બ્રાન્ડ વેલ્યુ ખૂબ ઊંચી રહે છે. ટીમના માલિક એન શ્રી નિવાસને પણ આ વાત સ્વીકારી છે. ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની એક ઇવેન્ટમાં આ વાતની તરફ ઈશારો કર્યો હતો કે, તે આઇપીએલ રમવાનું ચાલુ રાખશે. ધોનીએ કહ્યું હતું કે,’મેં હંમેશાં મારા ક્રિકેટનું આયોજન બનાવીને રાખ્યું છે. મારી છેલ્લી વન ડે મેચ રાંચીમાં હતી. આશા છે કે મારી છેલ્લી ટી-૨૦ મેચ ચેન્નાઈમાં થાય. ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીને ત્રણ વર્ષ માટે રિટેન કર્યો છે એટલે કે ધોની આગામી ત્રણ વર્ષ માટે મેદાનમાં ઉતરશે. ધોનીની ફિટનેસ પણ તેને મંજૂરી આપે છે.

દિલ્હીના 4 ખેલાડીઓ થશે નક્કી :

દિલ્હી કેપિટલ્સ કેમ્પના અહેવાલો છે કે, તેણે તેના ચાર જાળવી રાખેલા ખેલાડીઓનો નિર્ણય લીધો છે. દિલ્હીએ કેપ્ટન રિષભ પંત, પૃથ્વી શો અને અક્ષર પટેલને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે જ્યારે ટીમ એનરિક નોરખિયાને વિદેશી ખેલાડીમાં જાળવી રાખવાની તૈયારીમાં છે. મોટા સમાચાર એ છે કે પંજાબ કિંગ્સના કેપ્ટન કે.એલ.રાહુલ ફ્રેન્ચાઇઝી છોડવાના છે. તેને નવી ફ્રેન્ચાઇઝી લખનઉનો કેપ્ટન બનાવી શકાય છે.

Read Also

Related posts

ટીચર સામે રડતા રડતા બોલ્યો બાળક – ‘ પપ્પા પુસ્તક નથી ખરીદી આપતા, દારૂ પર ખર્ચી નાખે છે પૈસા’

Damini Patel

આરોગ્ય/ આ રીતે વધી રહેલુ વજન જીવલેણ સાબિત થઇ શકે છે, વધી જાય છે આ ગંભીર બીમારીઓનું જોખમ

Bansari

NEET PG કાઉન્સેલિંગ મોકૂફ રાખવા બદલ અમદાવાદના તબીબોમાં નારાજગી, રાજ્યભરમાં કરશે જોરદાર વિરોધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!