GSTV
Home » News » ચૂંટણી પહેલા આ સર્વે મોદી સરકારની આંખ ઉઘાડનારા, જાણો કયા રાજ્યને પસંદ છે મોદી સરકારની કામગીરી

ચૂંટણી પહેલા આ સર્વે મોદી સરકારની આંખ ઉઘાડનારા, જાણો કયા રાજ્યને પસંદ છે મોદી સરકારની કામગીરી

narendramodi

લોકસભા ચૂંટણીની મોસમ આવી ગઈ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કામથી કેટલા રાજ્યો ખુશ છે તેની માહિતી પણ સામે આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કામની ટકાવારી મિશ્ર રહી છે. ઘણા રાજ્યોને તેમનું કામ ખૂબ પસંદ આવ્યું છે જ્યારે કેટલાક એવા રાજ્યો છે જેમણે મોદીની કામગીરીને સિંગલ પોંઈન્ટમાં મત આપ્યો છે.

pm-narendra-modi gstv

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કામથી ઝારખંડ, રાજસ્થાન અને ગોવાના મતદારો ખૂબ જ સંતુષ્ટ છે. પોડીચેરી, કેરલ અને તમિલનાડુ જેવા રાજ્યોના લોકો તેમના કામથી ઓછા ખુશ છે. મોદીએ સતત બે સીવોટર, આઈએએનએસ 2019 ઓપિનિયન પોલ્સમાં સૌથી લોકપ્રિય નેતાની રીતે કાયમ રહીને પોતાના પ્રતિદ્રંદ્રીઓને ઘણા પાછળ છોડી દીધા હતા. ત્યાં હવે આ સર્વે તેમના માટે આંખ ઉઘાડનારો સાબિત થાય તેમ છે.

રાજ્યવાર આંકડાઓ પર નજર કરવામાં આવે તો, લગભગ 13 રાજ્યોમાં 50 ટકાથી વધારે લોકો તેમના કામથી સંતુષ્ટ છે. ઝારખંડ તેમાં ટોચ પર છે. જ્યાં ઓપિનિયન પોલમાં 74 ટકા લોકોએ મોદીના કામ પ્રત્યે સંતુષ્ટિ દર્શાવી છે. એ પછી રાજસ્થાન 68.3 ટકા અને ગોવાના 66.3 ટકા લોકોએ મોદીના કામ પર સંતોષ વ્યક્ત કર્યો છે.

NARENDRA-MODI

બીજેપીની જ્યાં સરકાર છે ત્યાં હરિયાણામાં 65.9 ટકા મતદારોએ મોદી પર સંતોષ વ્યક્ત કર્યો છે. જે રાજ્યોએ મોદીની કામગીરી પર 50 ટકાથી ઓછો સંતોષ જતાવ્યો છે, તેમાં મહારાષ્ટ્ર (47.9), આસામ (47), ઉત્તર પ્રદેશ (43.9), પશ્ચિમ બંગાળ (43.2) અને જમ્મુ કાશ્મીર (39.6) સમાવેશ થાય છે. આ મામલામાં સૌથી નીચે તમિલનાડુ છે. જેણે 2.2 ટકા લોકો જ મોદીના કામથી સંતુષ્ટ છે.

pm modi blog

કેરળના માત્ર 7.7 ટકા લોકો પોંડિચેરીના માત્ર 10.7 ટકા લોકો મોદીના કામથી સંતુષ્ટ છે. કોંગ્રેસની સરકાર ધરાવતા પંજાબમાં 12 ટકા લોકોને મોદીની કામગીરી સારી લાગી છે. ત્યાં આંધ્રપ્રદેશમાં 23.6 ટકા લોકો મોદીના કામની સકારાત્મક પ્રતિક્રિયા આપી છે.

READ ALSO

Related posts

IPL 2019: જીતની સિક્સર ફટકારવા ઉતરશે CSK, મુંબઇ ઇન્ડિયન્સની નજર પ્લેઑફ પર

Bansari

PM મોદીના ઉમેદવારી પત્ર ભર્યા પહેલા શાહે બોલાવી બેઠક, આ દિગ્ગજો છે હાજર

Arohi

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા વારાણસી, સૌ પ્રથમ કાળભૈરવ પહોંચી કર્યા દર્શન

Arohi