GSTV
Home » News » લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતે મોદી સરકારને અાપી મોટી ગીફ્ટ, રાજકીય દ્રષ્ટિએ માસ્ટર સ્ટ્રોક

લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતે મોદી સરકારને અાપી મોટી ગીફ્ટ, રાજકીય દ્રષ્ટિએ માસ્ટર સ્ટ્રોક

લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં પાટીદાર અાંદોલન દ્વારા હાર્દિક પટેલે સરકારનું નાક દબાવી રાખ્યું હતું. રાજ્યમાં પાટીદાર કોમ અે સરકાર ઘડવામાં મોટી ભૂમિકા ભજવે છે. અા કોમની નારાજગી સરકારને પોષાય તેમ ન હોવાથી હાર્દિક પટેલના ઉપવાસના કાર્યક્રમ પૂર્વે સરકારે અેક માસ્ટર પ્લાન અાજે ગુજરાતીઅો સમક્ષ મૂક્યો છે. જેમાં 8 યોજનાઅો દ્વારા રાજ્યના 1.58 કરોડ ગુજરાતીઅો માટે રાહતનો પટારો ખોલી દીધો છે. હાલમાં ભાજપ સરકાર અા યોજનાઅોને સૌથી મોટી રાહત ગણાવી રહી છે. અા યોજનાઅો સફળ રહી અને અાયોજન સફળ રહ્યું તો સૌથી મોટા સમાચાર મોદી સરકાર માટે છે.

ગુજરાત સરકારની અા યોજના યોગ્ય સમયે લાગુ થઈ જાય અને સફળતા મળે તો મોદી સરકાર માટે લોકસભાની ચૂંટણી પૂર્વે અા સૌથી મોટી ગિફ્ટ હશે. હાલમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અનામત અાંદોલનો ચાલી રહ્યાં છે. અા બંને રાજ્યોમાં લોકસભાની સિટો સૌથી વધારે છે. અા રાજ્યો મોદી સરકાર માટે માથાનો દુખાવો બન્યા છે. જો અા યોજના સફળ રહે તો બિન અનામતને લાભ અાપવાને નામે મોદી સરકાર અા યોજનાને દેશભરમાં લાગુ કરી શકે છે. ગુજરાતમાં મોદી સરકારે ફરી પીઅેમ બનવું હોય તો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણા પર સૌથી મોટો મદાર રાખવો પડે. અા રાજ્યોમાં અનામત અાંદોલનો સરકારની ઊંધ હરામ કરી દીધી છે.

અાંદોલોનો સરકારને અાંખે પાણી લાવ્યા

અા રાજ્યોમાં મોટાપાયે અાંદોલન ચાલી રહ્યાં છે. અા અનામત અાંદોલનો રાજ્યની ચૂંટણીમાં મોટો ભાગ ભજવે છે. સુપ્રીમના સ્પષ્ટ નિર્દેશ છતાં રાજ્ય સરકારો ચૂંટણી જીતવા માટે સમાજને લોલીપોપ અાપી ચૂંટણી તો જીતી જાય છે પણ સમાજ સાથે છેતરપિંડી થાય છે. જે માટે મોદી સરકાર પણ અનામત માટે માસ્ટર પ્લાન ઘડી રહી છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તમામ જ્ઞાતિઓને આર્થિક આધાર પર અનામત આપવા પર વિચાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકારની અંદર તમામ જ્ઞાતિઓમાં આર્થિક રીતે નબળા અને કમજોર લોકોને અનામત આપવા પર વિચાર ચાલી રહી છે. જોકે, આ ચર્ચા હાલમાં પ્રારંભિક સ્તર પર છે. અનામત પર કોઇ પણ નિર્ણય લેતા અગાઉ એક મોટા સ્તર પર સલાહ અને ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે દેશના અનેક રાજયોમાં અનામતને લઇને અલગ અલગ સમુદાયો તરફથી માંગણી ઉઠી છે. અનામત અાપવી અે શક્ય નથી. જે માટે ઘણા ફેરફારો કરવા પડે તેમ હોવાથી મોદી સરકાર અા મામલે ફૂંકી ફૂંકીને કદમ ઉઠાવી રહી છે. મહારાષ્ટ્રમાં મરાઠા અાંદોલન, ગુજરાતમાં પાટીદાર અાંદોલન અને રાજસ્થાનમાં ગુર્જર અાંદોલને સ્થાનિક સરકારને અાંખે પાણી લાવ્યાં છે.

કોઇ પણ રાજય ૫૦ ટકાથી વધુ અનામત આપી શકે નહીં

હંમેશા સરકાર અથવા રાજકીય દળો આ માંગણીને પૂરા કરવાના નામ પર ખોટા વચનો આપતી રહે છે કારણ કે અનામતને લઇને સુપ્રીમ કોર્ટનો નિર્ણય સ્પષ્ટ છે કે, કોઇ પણ રાજય ૫૦ ટકાથી વધુ અનામત આપી શકે નહીં. અનામતની હાલની વ્યવસ્થા હેઠળ દેશના અનુસુચિત જાતિ માટે ૧૫ ટકા, અનુસુચિત જનજાતિ માટે ૭.૫ ટકા અને અન્ય પછાત વર્ગ માટે ૨૭ ટકા અનામત છે. વિવાદના કેન્દ્રમાં અનામતનો મુદ્દો છે. બંધારણમાં સ્પષ્ટ રીતે અનામતનો ઉલ્લેખ નથી. પરંતુ બંધારણની મૂળભાવનાના હિસાબે અનામતની વ્યવસ્થા છે. બંધારણની કલમ ૪૬ પ્રમાણે, સમાજમાં શૈક્ષણિક અને આર્થિક રીતે પછા લોકોના હિતનું વિશેષ ધ્યાન રાખવું. સરકારની જવાબદારી છે. ખાસ કરીને અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના લોકોને અન્યાય અને શોષણથી બચાવવા જોઇએ. દેશમાં અંગ્રેજોના રાજથી અનામતની વ્યવસ્થાની શરૂઆત થઇ હતી.  વર્ષ ૧૯૫૦માં એસસી માટે ૧૫ ટકા, એસટી માટે ૭.૫ ટકા અનામતની વ્યવસ્થા હતી. અગાઉ કેન્દ્ર સરકારે શિક્ષણ, નોકરીમાં અનામત લાગુ કરી હતી. કેન્દ્ર બાદ રાજયોએ પણ અનામત લાગુ કરી દીધી. રાજયોમાં જનસંખ્યાના આધારે એસસી, એસટીને અનામતનો લાભ મળે છે. અનામત લાગુ કરતા સમયે ૧૦ વર્ષમાં સમીક્ષાની વાત કરવામાં આવી હતી. વર્ષ ૧૯૭૯માં મંડલ આયોગની રચના કરવામાં આવી હતી.

સરકાર માટે રાજકારણની દ્રષ્ટીઅે હાલમાં અા નિર્ણય રાહત અાપનારો

ગુજરાત સરકારે બિનઅનામત વર્ગને ફાયદો કરવા માટે જાહેર કરેલી યોજનાઅો લોલિપોપ સાબિત થાય છે કે ખરેખર ગુજરાતીઅોને લાભ થશે અે તો અાગામી સમય જ બતાવશે પણ હાલમાં સૌથી મોટી રાહત ભાજપ સરકારને થઈ છે. 25મીથી હાર્દિક પટેલ અા મરણાંત ઉપવાસ અાંદોલન પર બેસવાનો છે. જેને સૌથી પહેલાં રણનીતી બદલી કાઢવી પડશે. અાગામી સમયમાં હવે પાટીદાર સમાજ પણ સરકારની જાહેરાતો બાદ કઈ રીતે સાથ અાપે તે પણ ઘણું મહત્તવનું છે. સરકાર માટે રાજકારણની દ્રષ્ટીઅે હાલમાં અા નિર્ણય રાહત અાપનારો છે.

Related posts

ચેન્નાઇના શૈક્ષણિક જૂથ પર આઇટીના દરોડા 350 કરોડની છૂપી આવક પકડાઇ

Arohi

સપ્ટે.માં ઔદ્યોગિક ઉત્પાદન 4.3 ટકા ઘટયું, આઠ વર્ષનો સૌથી મોટો ઘટાડો

Arohi

જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષાથી કાતિલ ઠંડી : બેનાં મોત, જનજીવન ઠપ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!