GSTV
GSTV લેખમાળા India News Trending

The Great Indian Coaching Scam / મોંઘી ફી ભરીને એડમિશન લેતાં પહેલા જાણી લો, કઈ રીતે થાય છે તમારી સાથે ચિટિંગ

ભારતમાં કોચિંગ ક્લાસનું બહુ મોટુ અર્થતંત્ર છે. વાલીઓનો એવો મોટો વર્ગ છે, જે જરૃર હોય કે ન હોય પોતાના બાળકોને કોચિંગમાં મુકવાનું પસંદ કરે છે. પરિણામે કોચિંગ ક્લાસિસ એક મોટો ઉદ્યોગ બની ગયો છે અને હવે આ ઉદ્યોગમાં મોટાપાયે સડો વ્યાપી ગયો છે. JEE સહિતની એવી અનેક પરીક્ષાઓ છે, જેમાં પાસ થવા માટે ઘણા વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં એડમિશન લેતાં હોય છે. ભારતમાં કેટલાક ટોચના ગણાતા ક્લાસિસ પોતાની મોટી મોટી જાહેરખબરો આપે છે. આ જાહેરખબરોમાં પોતાને ત્યાં ભણીને આગળ આવેલા અને ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં ટોપ કરેલા વિદ્યાર્થીઓના ફોટા હોય છે. હકીકત એ છે કે આવા ફોટા ઘણા કિસ્સામાં ખોટા હોય છે. કેમ કે એક જ વિદ્યાર્થીના ફોટા વિવિધ કોચિંગ ક્લાસની એડવર્ટાઈઝમેન્ટમાં જોવા મળે છે. ત્યાં જ ખબર પડી જાય કે કોચિંગ ક્લાસિસ કઈ રીતે લોકોને ઉલ્લુ બનાવે છે અને વાલીઓ ઉલ્લુ બને પણ છે.

ભારતમાં કેટલાક શહેરો ત્યાં ચાલતા કોચિંગ ક્લાસિસ માટે બહુ પ્રખ્યાત થયા છે. સાથે સાથે ત્યાં ચાલતા દુષણો માટે કુખ્યાત પણ થયા છે. આ કોચિંગ ક્લાસિસ દ્વારા જ્યારે જોઈન્ટ એન્ટરન્સ એક્ઝામ કે એવી બીજી કોઈ નેશનલ એક્ઝામનું રિઝલ્ટ જાહેર થાય પછી મોટી મોટી જાહેરખબરો કરવામાં આવે છે. હકીકત એ છે કે ઘણા ખરા કોચિંગ ક્લાસ પ્રથમ આવેલા વિદ્યાર્થીઓ અંગે ખોટી માહિતી રજૂ કરે છે. પોતાને ત્યાં કોચિંગ લીધું હોય કે ન લીધું હોય પણ રિઝલ્ટ જાહેર થયા પછી જે વિદ્યાર્થી પ્રથમ હોય તેનો ફોટો પોતાની જાહેરખબરમાં મુકી દેવામાં આવે છે. આ એક મોટુ કૌભાંડ છે અને આખા દેશમાં ચાલે છે. દેશના નામી ગણાતા કોચિંગ ક્લાસિસ આ રીતે ધુપ્પલ ચલાવે છે.

કોચિંગ ક્લાસની જાહેરખબરમાં જે વિદ્યાર્થીઓને પ્રથમ દર્શાવ્યા છે એમણે ખરેખર ત્યાં કોચિંગ લીધું છે કે કેમ એ તપાસ કરવામાં આવે તો તુરંત કૌભાંડ ખુલ્લુ પડી જાય. વિદ્યાર્થીઓ અને ખાસ તો તેમના વાલીએ ખાસ એ વાત યાદ રાખવી જોઈએ કે હજારો-લાખોની ફી જ્યાં ભરો છે એ કોચિંગ ક્લાસ તમારી સાથે કેટલું ખોટું બોલે છે.

ટ્વીટર પર @N0rbertElekes નામનું એકાઉન્ટ ધરાવતા અને 17 હજાર જેટલા ફોલોઅર્સ ધરાવતા એક વ્યક્તિએ આ કૌભાંડ અંગે ટ્વીટ કરી છે. આમ તો આ કૌભાંડ જૂનું છે અને અમુક અંશે જાણીતું પણ છે. પરંતુ હવે નવેસરથી ટ્વીટ થતાં ફરી તેની ચર્ચા આરંભાઈ છે. 12મી સપ્ટેમ્બરે ટ્વિટ કરવામાં આવી છે, જેમાં એક જ વિદ્યાર્થીને અલગ અલગ કોચિંગ ક્લાસના પોસ્ટરમાં દેખાડાયો છે. લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ આ મુદ્દો ધારદાર રીતે રજૂ કરવામાં આવ્યો હતો. આવા કૌભાંડો પરથી સમજી શકાય કે કોચિંગ ઈન્ડસ્ટ્રી જેટલી સરળ દેખાય એટલી સરળ કે સીધી-સાદી નથી. કોચિંગ ક્લાસના કૌભાંડો પર એકથી વધારે વેબ સિરિઝ પણ બની છે.

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV