GSTV

ઓનલાઈન ખરીદીમાં નો કોસ્ટ EMIમાં લોન લેવી ગ્રાહકોને માટે વધારે ખર્ચાળ બની શકે છે, જાણો શું છે નો કોસ્ટ EMI

ઓનલાઇન શોપિંગમાં, ઘણા ઉત્પાદનો નો કોસ્ટ ઇએમઆઈ સાથે, કંપનીઓ ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફર આપે છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિતના ઘણા રિટેલ સ્ટોર્સે ખાનગી બેંકો સાથે જોડાણ કર્યું છે. ભારે ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફરવાળા ઉત્પાદનો પણ નો કોસ્ટ ઈએમઆઈથી વેચે છે. શક્ય તેટલો વધું માલ વેચવા માટે નો-કોસ્ટ ઇએમઆઈ એક નુસખો છે. છાપેલી કિંમતે કોઈ પણ ડિસ્કાઉન્ટ વિના સંપૂર્ણ કિંમતે માલ ખરીદવાનો હોય છે. આમાં કંપનીઓએ ગ્રાહકોને જે ડીસ્કાઉન્ટ આપવાનું હોય છે તે બેંકને વ્યાજ રૂપે આપે છે. આનો બીજો રસ્તો એ છે કે કંપનીઓ ઉત્પાદનોની કિંમતમાં વ્યાજની રકમ પહેલાથી ઉમેરી દે છે. જેને નોટ કોસ્ટ ઈએમઆઈ વેચાણ કહેવામાં આવે છે.

 બેંકનું ક્રેડિટ કાર્ડ કે EMI કાર્ડ પર ઇએમઆઈ આપે છે.  કેટલાક ઇએમઆઈ કાર્ડમાં પણ ફી ભરવાની હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં રોકડની છૂટ EMI કરતા વધી નથી. હપતા પર ગુડ્સ અને સર્વિસ ટેક્સ તેમજ પ્રોસેસિંગ ફી જેવા વધારાના ખર્ચ પણ ચુકવવા પડશે. આ યોજના લોન લેનારાઓ અને ખરીદદારો માટે દેવાની માયાજાળ બની શકે છે. હપ્તા સમયસર જમા કરાવવામાં ન આવે તો 2 થી 3.5 ટકા દંડ સાથે વધારાની રકમ લે છે.  બિન-પારદર્શક ઇએમઆઈ યોજનાઓ તેમની બિન-પારદર્શક શરતો અને છુપાયેલા ખર્ચને કારણે આરબીઆઈ દ્વારા બંધ કરવામાં આવી હતી.

Read Also

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!