GSTV
Home » News » કલમ ૩૭૦ હટાવતા પહેલા સરકારે ઘડ્યો હતો આ ચાર પોઇન્ટનો પ્લાન

કલમ ૩૭૦ હટાવતા પહેલા સરકારે ઘડ્યો હતો આ ચાર પોઇન્ટનો પ્લાન

જમ્મુ કાશ્મીરમાં ધીરે ધીરે જનજીવન થાળે પડી રહ્યુ છે. જો કે કલમ ૩૭૦ હટાવતા પહેલા સ્થિતી સંપૂર્ણ નિયંત્રણમાં રહે તે માટે જમ્મુ કાશ્મીરના પ્રશાસને ખાસ ચાર પોઇન્ટનો પ્લાન બનાવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં જળવાઇ રહેલી શાંતિએ ત્યાંના સ્થાનિક પ્રશાસન અને કેન્દ્રના આગોતરા આયોજનની ખુબ મોટી ભૂમિકા રહી છે. સરકારે બનાવેલી વ્યાપક નીતિને કારણે જ કાશ્મીરમાં હવે સ્થિતી સામાન્ય બની રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીર પ્રશાસને હિંસક વિરોધ પ્રદર્શન રોકવા રાજયમાં ચાર ગ્રુપ પાડી તેની પર સકંજો કસીને રાખવા પ્રભાવશાળી રણનીતિ બનાવી હતી. આ ચાર ગ્રુપમાં પહેલા ગ્રુપને મુવર્સ એન્ડ શેકર્સ નામ અપાયુ હતુ. આ ગ્રુપમાં રસ્તે ઉતરી આવતા વિરોધ પ્રદર્શનકારીઓમાં રહેલા બાતમીદારો સામેલ હતા. જેના થકી ખૂફિયા જાણકારી મળી રહે છે.

આ બાતમીદારો વિરોધ કરી રહેલા લોકો સાથે રહે છે અને તેમની ઓળખ પણ મેળવે છે..ત્યાર બાદ તંત્ર આવા તોફાની તત્વોને ઓળખ થતા તેમને કાબૂમાં લઇ લે છે. કાશ્મીરમાં થતા વિરોધ પ્રદર્શન પાછળ હુર્રિયત કે પછી અહીની સ્થાનિક પક્ષોના નેતાઓની મેલી મુરાદ હોય છે. પહેલા ગ્રુપમાં આ નેતાઓ પર સકંજો કસવાની રણનિતિ બનાવાઇ. સૂત્રો પ્રમાણે આ નેતાઓને અટકાયતમાં લીધા બાદ ધીરે ધીરે નજરકેદ રાખવાની રણનીતિ બનાવાઇ છે.

બીજુ મહત્વનુ ગ્રુપ પથ્થરબાજો અને હિંસક વિરોધીઓનુ છે. આ ગ્રુપમાં મોટા ભાગે યુવાનો હોય છે. આ માટે સરકારે કમ્યુનિટી બોન્ડની ખાસ રણનીતિ ઘડી છે. જેમાં ર૦ પરિવારના સભ્યો અને પરિચિતોના એક બોન્ડ પર હસ્તાક્ષર લેવાય છે. આ બોન્ડ પ્રમાણે તેઓ હિંસક વીરોધથી દુર રહેશે તે નિશ્ચિત કરવામાં આવે છે. ફોર પોઇન્ટ પ્લાનમાં આતંકીઓ ત્રીજા ગ્રુપમાં સામેલ થાય છે.

આ માટે અગાઉથી સરહદ અને એલઓસી પર સેનાની તૈનાતી અને ચોક્સાઇ વધારાઇ દેવાઇ હતી. ઘુસણખોરીના અનેક પ્રયાસો નિષ્ફળ બનાવાયા હતા. કાશ્મીરની સરહદ ઉપરાંત પંજાબ બોર્ડરની પણ સુરક્ષા સમીક્ષાની યોજના છે. જમ્મુ કાશ્મીરના પ્રશાસનના ચોથા ગ્રુપમાં સ્થાનિક મૌલવીઓ અને મુલ્લાઓ ઉપરાંત પ્રભાવશાળી વ્યક્તિઓ પર નજર રાખવાનુ નક્કી કરાયુ.

હિંસા ભડકાવતા અને ધર્મના નામે ઉશ્કેરતા આવા મુલ્લાઓની ઓળખ પર તેમના પર ચાંપતી નજર રખાઇ હતી. આવુ મૌલવી સામે કડક હાથે કામ પણ લેવાયુ. જમ્મુ કાશ્મીરમાં બે સપ્તાહ બાદ સ્થિતિ હવે સુધરી રહી છે. જેના પાછળ આ પાવરપેક ફોર પોઇન્ટ પ્લાનનો મહત્વનો ફાળો રહેલો છે.

READ ALSO

Related posts

મોદી સરકાર દેવામાં ડૂબાડી રહી છે ભારતને, 5 વર્ષમાં 58 ટકા દેવું વધીને 7.4 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું

GSTV Desk

નવા ટ્રાફિક નિયમોને લઇને સૌરાષ્ટ્રમાં વિરોધનો વંટોળ, રાજકોટમાં વેપારીઓએ બંધ પાળ્યો

Riyaz Parmar

NRIમાં મોદીની લોકપ્રિયતા અને વિદેશમાં વડાપ્રધાનનાં સફળ કાર્યક્રમો પાછળ આ ભેજુ કરે છે કામ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!