GSTV
Home » News » રિલીઝ થયા પહેલાં ભારતની સફર પર નિકળ્યો Spider-Man, કારણ જાણી થઈ જશો સ્તબ્ધ

રિલીઝ થયા પહેલાં ભારતની સફર પર નિકળ્યો Spider-Man, કારણ જાણી થઈ જશો સ્તબ્ધ

ટોમ હોલેન્ડની ફિલ્મ Spider-Man: Far From Home અત્યારે રિલીઝ પણ નથી થઈ, પરંતુ કલાના માધ્યમથી તે ભારતમાં અત્યારથી પોતાનો દબદબો બનાવી ચૂકી છે.

સુપરહીરો વાળી આ ફિલ્મના ઈન્તજારમાં કલાના વિદ્યાર્થીઓએ ગયા વીકમાં મુંબઈના રસ્તા પર સ્પાઈડર મેન- ગ્રૈફિટી આર્ટમાં ચિત્ર દોરીને બધાને ચકિત કરી લીધા હતા. મુંબઈમાં જ નહીં બેંગ્લોરમાં અને પુણેમાં પણ કેટલાક સ્ટુડન્ટે અલગ પ્રકારની ગ્રૈફિટી આર્ટના માધ્યમથી સ્પાઈડર મેનને જીવિત કર્યો હતો.

આ રીતે કલાના માધ્યમથી સ્પાઈડર મેન ભારતની સફર કરી રહ્યો છે. એક ફોટામાં સ્પાઈડર મેનને ઈન્ડિયા ગેટની ઉપર બતાવવામાં આવ્યો છે. જોકે બીજા ફોટામાં તે તાજમહેલની ઉપર જોવા મળે છે.

આ પ્રકારના ઘણા ફોટા સામે આવ્યા છે. તેની ફિલ્મની ભારતીય ફેન્સ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ભારતમાં પહેલા 5 જુલાઈએ રિલીઝ થવાની હતી, પરંતુ હવે તે 4 જુલાઈ એટલે કે કાલે રિલીઝ થશે.

Read Also

Related posts

લાંબા સમય બાદ કપૂર સિસ્ટર્સ આ સુપરહિટ ફિલ્મની સિક્વલમાં એક સાથે જોવા મળશે

Mayur

સલમાનને મને બે ફિલ્મોની ઓફર કરી હતી, પૂર્વ બિગબોસ વિજેતાનો દાવો

Mayur

શાહરૂખ ખાનની સાસૂના ફાર્મહાઉસ પર 3.09 કરોડ દંડ, કોર્ટમાં આ બાબતે એકેય વખત હાજર નથી રહ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!