GSTV
Home » News » Xiaomiનો સ્માર્ટફોન ખરીદતા પહેલા જાણી લો આ બાબત, સવાલ છે તમારા બેંક એકાઉન્ટનો

Xiaomiનો સ્માર્ટફોન ખરીદતા પહેલા જાણી લો આ બાબત, સવાલ છે તમારા બેંક એકાઉન્ટનો

જો તમે Xiaomiનો સ્માર્ટફોન યૂઝ કરો છો, Xiaomi ભારતમાં નંબર 1 સ્માર્ટફોન કંપની બની ગઇ છે. તાજેતરમાં એક ઇવેન્ટમાં કંપનીએ દાવો કર્યો છે કે, 15000 રૂપિયાના સેગમેન્ટમાં વેચાણ થતો પ્રત્યેક ત્રીજો સ્માર્ટફોન Xiaomiનો છે. યૂરોપિયન જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (GDPR) લાગૂ થઇ ગયો છે, જેના પછી ઘણી ટેક્નોલોજી કંપનીઓએ પોતાની પ્રાઇવસી પૉલિસીમાં ફેરફારો કર્યો છે. Xiaomiએ પણ પોતાની પ્રાઇવસી પૉલિસી બદલી છે, જે તમારા માટે જાણવું જરૂરી છે.
તમારી વ્યક્તિગત માહિતી કંપની સાથે હશે: –
પ્રાઇવસી પૉલિસીના મુજબ, શાઓમી નામ, બર્થડે અને જેન્ડર જેવી બેસિક પર્સનલ ઇન્ફોર્મેશન એકત્રિત કરી શકે છે. જોકે આ સાથે કંપનીનું કહેવું છે કે આ જાણકારીઓ સર્વર પર અપલોડ નહી કરવામાં આવે.

તમારો મોબાઇલ નંબર: –
Xiaomi સ્માર્ટફોનની સાથે ઘણી Xiaomi સર્વિસીસ મળે છે. તેનો ઉપયોગ કરતા પહેલાં Xiaomiને તમારે ફોનમાં રહેલા મોબાઇલ નંબર, ઈ-મેઇલ એડ્રેસ અને અન્ય તમામ કૉન્ટેક્ટ ઇન્ફોર્મેશન એકત્રિત કરવાની અનુમતિ આપવી પડશે.

બેન્ક એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડની માહિતી: –
પ્રાઇવસી પૉલિસીમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યુ છે, Xiaomi Mi.com એટલે કે અન્ય Xiaomi પ્લેટફોર્મ પરથી કરવામાં આવેલી ખરીદી પ્રક્રિયા પૂરી કરવા માટે સંબંધિત નાણાકીય જાણકારી એકત્રિત કરી શકે છે. તેનો અર્થ એ છે કે, કંપની બેંક એકાઉન્ટ નંબર, એકાઉન્ટ હોલ્ડરનું નામ, ક્રેડિટ કાર્ડ નંબર અને અન્ય જાણકારી એકત્રિત કરી શકે છે.

તમારી ઓફિસનું સરનામું: –
Xiaomi તેની કંપની, નોકરી, શિક્ષા અને પ્રોફેશનલ ટ્રેનિંગ બેકગ્રાઉન્ડ સહિત સોશિયલ એક્ટિવિટી સંબંધિત જાણકારીઓ એકત્રિત કરી શકે છે.

તમારું ઘરનું સરનામું: –
Xiaomi તમારા ઘરનું એડ્રેસ તેની પાસે રાખી શકે છે. જો યૂઝરે Xiaomiની વેબસાઇટ પરથી સામાન ખરીદ્યો છે અને ડિલિવરી માટે ઘરનું એડ્રેસ આપ્યું છે, તો કંપની આ જાણકારી પોતાની પાસે રાખી શકે છે.

પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ માહિતી: –
Xiaomi પ્રાઇવસી પૉલિસીમાં કહેવામાં આવ્યું છે કે, સર્વિસીસ પૂરી પાડવા માટે તે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને અન્ય સરકારી આઈડી કાર્ડની જાણકારી એકત્રિત કરી શકે છે.

ફોટો અને ડેટા: –
Xiaomi ફોટો અને ડેટા સ્ટોર કરવા માટે પોતાના યૂઝર્સને MI ક્લાઉડની સર્વિસ ફ્રીમાં આપી રહી છે, પરંતુ તેના પર અપલોડ થતી તમામ ડિટેલ પર કંપની નજર રાખે છે અને તેણે સ્ટોર પણ કરી શકે છે.

સિમ કાર્ડની માહિતી:
Xiaomiએ ઉલ્લેખ કર્યો છે કે, તે યુઝરની ડિવાઇસ સંબંધિત જાણકારીઓ એકત્રિત કરશે. તેનો અર્થ એ છે કે, IMEI નંબર, IMSI નંબર, એમએસી એડ્રેસ, સિરિયલ નંબર, મીયુઆઈ વર્જન અને અન્ય ઇન્ફોર્મેશન એકત્રિત કરી શકે છે.

તમારું લોકેશન: –
કેટલીક સર્વિસીસ પૂરી પાડવા માટે Xiaomi તમારું લોકેશન જેમ કે કન્ટ્રી કોડ, સિટી કોડ, મોબાઇલ નેટવર્ક કોડ, મોબાઇલ કન્ટ્રી કોડ, સેલ્ફ આઇડેન્ટિટિટી, લૉન્ગ્ટિટ્યૂડ અને લેટિટ્યૂડ ઇન્ફોર્મેશન, ટાઇમ ઝોન સેટિંગ અને લેંગ્વેજ સેટિંગ જેવી ઇન્ફોર્મેશન એકત્રિત કરશે.

આ ડેટા પૉલિસીને પારદર્શક રાખવા માટે શાઓમી યુઝર્સને વ્યક્તિગત જાણકારીઓનો ઉપયોગ કે ખુલાસો કરવાની સંમતિ પાછી લેવાનો વિકલ્પ આપે છે. જોકે તેનો અર્થ એ હોઈ શકે કે, યુઝર Xiaomi ની પ્રોડક્ટ અને સર્વિસનો આનંદ નહિ લઈ શકે.

Related posts

ભારતમાં આ કિંમતે લોન્ચ થઈ શકે છે iPhone-9, જાણો તેનાં ફિચર્સ

pratik shah

કારમાં બેસતી કે ચલાવતી મહિલાઓ માટે મોટા સમાચાર, વાંચશો તો બેસવાનું ટાળશો

Bansari

સેમસંગની ગણતંત્ર દિવસ પર મોટી ઓફર, TV ખરીદશો તો ફ્રીમાં મળશે સ્માર્ટફોન

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!