GSTV
Home » News » ઓનલાઈન શોપિંગ કરતા પહેલા જરૂરથી ધ્યાનમાં રાખો આ વાતો, નકલી વેબસાઈટ્સ પાછળનું આ છે સત્ય

ઓનલાઈન શોપિંગ કરતા પહેલા જરૂરથી ધ્યાનમાં રાખો આ વાતો, નકલી વેબસાઈટ્સ પાછળનું આ છે સત્ય

ઓનલાઈન શોપિંગ અને તે પણ સસ્તા ભાવમાં કરવા મળે તો બીજું શું જોઈએ. યુવાવર્ગની આ માન્યતાના કારણે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અનેક વેબસાઈટ સસ્તી શોપિંગના મેસેજ વાયરલ કરે છે. પરંતુ કોઈપણ નવી વેબસાઈટ પરથી ખરીદી કરતાં પહેલા તેના વિશે સર્ચ કરવું જરૂરી છે.

કેટલીક સાઈટ ગ્રાહકોને દેખાડે છે સારી પ્રોડક્ટ પણ પૈસા ચુકવ્યા બાદ ઘરે જે વસ્તુ આવે છે તે જોઈ યૂઝરને ખ્યાલ આવે છે કે તેની સાથે છેતરપિંડી થઈ છે. કેટલીક વેબસાઈટમાં કેશ ઓન ડિલીવરીનો વિકલ્પ જ ન હોય અને ગ્રાહક પેમેન્ટ કરી દે પછી વસ્તુ ક્યારેય તેને મળતી પણ નથી.

આવી વેબસાઈટ ગ્રાહકોને ઉલ્લુ તો બનાવે જ છે સાથે જ ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી યૂઝર્સની બેન્કની વિગતો પણ મેળવી લે છે. આ પ્રકારની વેબસાઈટથી બચવું પણ ખૂબ સરળ છે. તેના માટે માત્ર આ 5 વાતને ધ્યાનમાં રાખવી.

1. વેબસાઈટનું નામ સર્ચ કરી અને રિઝલ્ટને ધ્યાનથી ચકાશો. જો સર્ચમાં વેબસાઈટ ઉપર દેખાય અને કોઈએ તેના વિશે નબળી કોમેન્ટ ન કરી હોય તો જ તેના પર વિશ્વાસ કરવો.

2. વેબસાઈટ કનેકશન સિક્યોર છે કે નહીં તે ચેક કરો. એડ્રેસ બારમાં વેબસાઈટનું સિક્યોરિટી સ્ટેટસ જોવા મળે છે. સામાન્ય રીતે  https થી શરૂ થતા પેજને સુરક્ષિત ગણવામાં આવે છે. તેમાં પણ પેમેન્ટ સાથે જોડાયેલા પેજ આ અક્ષરથી જ શરૂ થવા જોઈએ.

3. વેબસાઈટનું about us સેક્શન ખાસ જુઓ. તેમાં કસ્ટમર કેર નંબર આપેલો હોય તો તેમાં કોલ કરો અને ચકાશો કે તે ગ્રાહકોને કેટલો સપોર્ટ કરે છે.

4. જો ડોમેન નામમાં અનેક ડૈશ કે સંકેત હોય તો તે ડોમેન વિશે ખાસ ચકાસણી કરો.

5. વેબસાઈટની ડિઝાઈન, ભાષા અને વ્યાકરણને ધ્યાનથી જુઓ, તેમાં કોઈ ખામી દેખાય તો ચેતી જવું.

Read Also

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!