GSTV

ભાજપની ગાંધીનગરમાં મંત્રીઓની બેઠક યોજાઈ, જાણો કયા મુદ્દે ચર્ચા થઈ

Last Updated on September 10, 2018 by

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ઉર્જા પ્રધાન સૌરભ પટેલ તથા ગૃહરાજય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા વચ્ચે બેઠક મળી હતી. સીએમ ઓફિસમાં મળેલી આ બેઠકમાં રાજયની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને કોંગ્રેસના ભારત બંધમાં કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા થઈ હતી. તો સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની એક સપ્તાહ સુધી ઉજવણી કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીને લઈને કાર્યકમ માટે ચર્ચા કરવામાં આવી. જેમાં સ્વચ્છતા, આરોગ્ય સહિત વિવિધ કાર્યક્રમોની એક સપ્તાહ સુધી ઉજવણી કરવા ચર્ચા થઈ હોવાનું જણાયું છે. તો આ મુદ્દે વધુ ચર્ચા કેબીનેટની બેઠકમાં થઈ શકે છે.

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!