અહીં લગ્ન પહેલા પુરૂષોએ સાબિત કરવી પડે છે પોતાની મર્દાનગી, આ છે રહસ્ય

લગ્નને દુનિયાનું સૌથી પવિત્ર બંધન માનવામાં આવે છે. આ ફક્ત સ્ત્રી અને પુરૂષનું મિલન નથી, પરંતુ બે પરિવારોની વચ્ચેનો સંગમ પણ હોય છે. પરંતુ આ પવિત્ર બંધનનો ઉપયોગ કેટલાંક લોકો પોતાની વાસના સંતોષવા માટે કરતા હોય છે. આપણા દેશમાં જ કેટલીક જગ્યા પર તમને આવા રીતિ-રિવાજ જોવા મળે છે, જ્યાં લગ્ન પહેલા યુવતીઓએ વર્જિનિટી ટેસ્ટથી ગુજરવુ પડે છે. પરંતુ શું તમને ખબરે છે કે દુનિયામાં કેટલાક સ્થળો એવા છે, જ્યાં લગ્ન પહેલા પુરૂષોએ પોતાની મર્દાનગી સાબિત કરવી પડે છે ત્યારબાદ યુવતી લગ્ન માટે હા પાડે છે.

આજે દુનિયા 21મી સદીમાં ચાલે છે, પરંતુ હજી પણ વિશ્વભરમાં આવી કેટલીક પરંપરાઓ રહેલી છે, જેના વિશે જાણીને તમે આશ્ચર્યમાં ગરકાવ થઈ જશો. આ પરંપરાઓમાંથી એક છે, પુરૂષોએ પોતાની મર્દાનગી સાબિત કરવાની પરંપરા. અહીં યુવતીઓ પોતાના ભાવિ પતિ સાથે મર્દાનગીનો પુરાવો માંગે છે.

કેટલાંક પશ્ચિમી દેશોમાં આ પરંપરા છે કે છોકરીઓ સ્વયંવર દ્વારા લગ્ન રચે છે અને પોતાના ભાવિ ભરથારની પસંદગી કરે છે. આ દરમ્યાન સ્વયંવરમાં આવેલા પુરૂષો પાસેથી યુવતીઓ તેમની મર્દાનગીનો પુરાવો માંગે છે. જેના માટે પુરૂષોને દારૂ પીવડાવવામાં આવે છે અને ત્યારબાદ તેમને 120 વોલ્ટનો વિજળીનો ઝાટકો આપવામાં આવે છે.

જે પુરૂષ આ વિજળીના ઝાટકાને સહન કરી લે છે, તેને અસલી પુરૂષ માનવામાં આવે છે અને ત્યારબાદ આ પુરુષ કુંવારી કન્યા સાથે લગ્ન કરી શકે છે. જો પુરૂષ આવુ કરવામાં નિષ્ફળ રહે તો યુવતી તેની સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter