GSTV

ગુજરાતમાં રાહુલ અને પ્રિયંકા નક્કી કરશે લોકસભાના ઉમેદવારો, દિલ્હીથી થયા 2 ખાનગી સરવે

rahul gandhi

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં સર્વે કરાવ્યો છે. ગુજરાત કોંગ્રેસની જાણ બહાર રાહુલ ગાંધીએ બે સર્વે કરાવ્યા છે. આ સર્વેનું કામ ખાનગી એજન્સીને સોંપાયું હતું. અને હવે આ સર્વેના આધારે દિલ્હી હાઈકમાન્ડ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની નવી રણનીતિ ઘડશે. રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતસ સાથે ચર્ચા કરશે. તો આ ચર્ચામાં સહપ્રભારી મહોંતી અને બંધલ પણ હાજર રહેશે તો પ્રિયંકા ગાંધી પણ ગુજરાતની રણનીતિ ઘડવા હાજર રહેશે. પ્રિયંકા ગાંધી પહેલી વખત ગુજરાતની રાજનીતિમાં પોતાનો વ્યુહ રજૂ કરશે અને પ્રભારીઓએ તૈયાર કરેલા રિપોર્ટને આધારે રણનીતિ ઘડાશે.

15 ધારાસભ્યોની લોકસભા માટે દોડધામ

ગુજરાતમાં હાલમાં અસંતોષનો માહોલ છે. દરેક જણને નેતા બનવું છે અને ધારાસભ્યોને લોકસભાની ટિકિટ જોઈએ છે. રાજ્યના 15 જેટલા ધારાસભ્યો દિલ્હી સુધી લોકસભાની ટિકિટ માટે લોબિંગ કરી રહ્યાં છે. લોકસભામાં આંતરિક અસંતોષનો માહોલ એ ટિકિટનો ખેલ છે. કોંગ્રેસે લોકસભાના ઉમેદવાર માટે લગભગ પૂરતી તૈયારીઓ કરી લીધી છે. આ નામો પ્રભારી પાસે પણ પહોંચી ગયા છે. હવે ખબર એવી છે કે, રાહુલ ગાંધીએ પણ ખાનગીમાં બે સરવે કરાવ્યા છે. આ સાંભળી ઘણા દાવેદારોના મોંઢા પડી ગયા છે. ગુજરાતમાં ભાજપને પછાડવા માટે હવે પ્રિયંકા પણ સક્રિય થઈ ગયા છે. શાહ અને મોદીને ગુજરાતમાં ઘેરવામાં નહીં આવે તો તેઓ દેશમાં ખેલ બગાડે તેવી પૂરી સંભાવના વચ્ચે ભાજપને ગુજરાતમાં ઘેરવા માટે એર અલગથી નવી રણનીતિ બની રહી છે. જેને પગલે મોદી અને શાહે ગુજરાતમાં પણ ધ્યાન આપવું પડે. હાલમાં મોદી અને શાહ ગુજરાતને રૂપાણીના ભરોસે છોડી રહ્યાં છે. જેનો ફાયદો કોંગ્રેસ પણ ઉઠાવવા માગે છે.

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની જાણ બહાર સર્વે કરાવ્યો છે જેનાથી એ વાત વહેતી થઈ છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ગુજરાત કોંગ્રેસની રાજનીતિ પર ભરોસો નથી રહ્યો. રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી પહેલા એક ખાનગી એજન્સી દ્વારા આ સર્વે કરાવ્યા છે. આ પછી ગુજરાત કોંગ્રેસ માટેની લોકસભાની ચૂંટણી માટેની રાજનીતિ દિલ્હીમાં ઘડાશે. એજન્સી સાથે થયેલા આ સર્વે બાદ હવે ભાજપ સામે લડવા માટે કોંગ્રેસ અધ્યક્ષ અને પ્રભારીઓ ચૂંટણી માટેની રણનીતિ ઘડશે.

આ માટે પ્રભારી રાજીવ સાતમ પણ રાહુલ ગાંધી સાથે ચર્ચા કરશે. પ્રભારી રાજીવ સાતમ સાથે મોહંતી અને બઘલ પણ આ ચર્ચામાં સામેલ થશે. સૌથી મોટી વાત એ છે કે જેમાં પ્રિયંકા ગાંધી પણ આ ચર્ચામાં હાજર રહેશે. કારણ કે પ્રિયંકા હવે કોંગ્રેસમાં રાહુલ ગાંધી બાદ બીજો મોટો ચહેરો બની ચૂકી છે. ઉત્તર પ્રદેશમાં યોગી મોદી સહિતના મોટા નેતાઓને પરાસ્ત કરવા માટેની જવાબદારી પ્રિયંકા ગાંધીને આપવામાં આવી છે. જેથી ચર્ચામાં તે પણ ભાગ લેશે.

મહત્વનું છે કે 2014ની લોકસભા ચૂંટણી સમયે ગુજરામાં મોદી લહેરના કારણે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા અને એક પણ સીટ હાથમાં નહોતી આવી. જે પછી આ વખતેની ચૂંટણી લડવા માટે કોંગ્રેસ અત્યારથી જ એડીચોડીનું જોર લગાવી રહી છે. આ પહેલા આશા પટેલના રાજીનામાના કારણે પણ ગુજરાત કોંગ્રેસમાં કલહની સ્થિતિ પેદા થઈ હતી. જેના લાભનો લાડવો ભાજપે ખાટ્યો હતો. ત્યારે હવે રાહુલ ગાંધી ગુજરાતમાં દિલ્હીમાં બેઠા બેઠા બાગડોર ચલાવી રહ્યા છે. જેનો તેમને કેટલો ફાયદો મળે છે તે તો આગામી લોકસભા ચૂંટણીમાં જ ખ્યાલ આવશે.

READ ALSO

Related posts

Instagram પર live આત્મહત્યા / ‘રાજભા… એલસીબી સ્ટાફ… તથા ગોવિંદના ત્રાસથી હું દવા પીઉ છું…’ એવુ કહ્યા પછી જોયા જેવી થઈ

Zainul Ansari

ઉજવણીમાં મસ્ત! બર્થડે પાર્ટીમાં નિયમો નેવે મૂક્યા, આપના નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ ભૂલ્યા

pratik shah

સેવા સેતુ કે કુસેવા? ક્યાંક લોકોએ ફરજિયાત ભાષણ સાંભળવું પડ્યું, ક્યાંક બાળકો સહિતની ભીડ ભેગી કરાઈ તો ક્યાંક વળી લોકોના કામ ટલ્લે ચડ્યાં..

Bansari
Do NOT follow this link or you will be banned from the site!