ગુજરાતે છેલ્લા 23 વર્ષથી વધુના ભાજપના શાસનમાં ચાર મુખ્યપ્રધાનો જોયા. જેમાં 2014માં તત્કાલીન મુખ્યપ્રધાન મોદીએ કેન્દ્રની ધુરા સંભાળવાની હોવાથી સીએમ પદેથી રાજીનામું આપ્યું હતુ જ્યારે કે ત્રણ મુખ્યપ્રધાનોએ અચાનક રાજીનામા આપવા પડ્યા.

પહેલા કેશુભાઈ પટેલ…
પછી આનંદીબેન પટેલ…
અને હવે વિજય રૂપાણી..
આ ત્રણેય નામ એવા છે કે જેમણે ભાજપના શાસનમાં અચાનક રાજીનામા આપવા પડ્યા છે. જ્યારે કે નરેન્દ્ર મોદીને ભાજપને કેન્દ્રમાં બહુમતી મળી હોવાથી રાજીનામું આપવું પડ્યું હતુ.
ગુજરાતમાં પાંચ વર્ષથી વધુ સમય સુધી સત્તા સંભાળના રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. સરદારધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ અચાનક ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓએ કમલમ ખાતે બેઠકો યોજી. જે બાદ બાદ વિજય રૂપાણીએ રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સોંપી દીધુ.
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ કુદરત દ્વારા સર્જાયેલી સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા હતા અને સંગઠનમાં તેમની સામે અસંતોષ ઉભો થયો છે. પેટાચૂંટણીમાં ભાજપની હાર અને ભૂકંપની કામગીરીને લઈને કેશુભાઇની સુસંગતતા પર સવાલો ઉભા થયા હતા. જે બાદ 2 ઓક્ટોબર 2001ના રોજ કેશુભાઈ પટેલે અચાનક મુખ્યપ્રધાને પદેથી રાજીનામું ધરી દીધું હતું. જેના માટે તેમણે ખરાબ તબિયતનો હવાલો આપ્યો હતો.

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદી બહેન પટેલનું રાજીનામું જરા હટકે રહ્યું..
રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યપાલને પોતાનું રાજીનામું આપ્યું હતું. રાજભવન ખાતે આનંદીબેન પટેલ સહિત મંત્રીઓ આવ્યા હતા અને રાજીનામું આપ્યું હતું. આનંદીબેન પટેલે બે દિવસ પહેલા પોતાને મુખ્યમંત્રીની જવાબદારીમાંથી મુક્ત કરો એવી ફેસબુક પર પોસ્ટ કરતાં રાજકીય ખળભળાટ મચી ગયો હતો. ત્યાર બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મળેલી બેઠકમાં એમનું રાજીનામું સ્વીકારી લેવાયું હતું. ત્યાર બાદ સાંજે રાજ્યપાલ ઓ.પી.કોહલીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું સોંપ્યું હતું.

રાજીનામું આપતી વખતે આનંદીબેન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો પણ સાથે ગયા હતા. અહીં ઉપસ્થિત નિતિન પટેલે કહ્યું હતું કે આનંદીબેન પટેલે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. નવા મુખ્યમંત્રીની વરણી ના થાય ત્યાં સુધી આનંદીબેન પટેલ કેર ટેકર મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

Read Also
- ઈતિહાસ / સુભાષ ચંદ્ર બોઝે નહીં પરંતુ આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, જાણો તેમના વિશે
- હર ઘર તિરંગા / તિરંગાના રંગમાં રંગાઈ ટીમ ઈન્ડિયા, ધોની બાદ રોહિત-કોહલી સહિતના ક્રિકેટરોએ પણ ડીપી બદલી
- Tiranga Dhokla Recipe: તિરંગા ઢોકળા સાથે આઝાદીની ઉજવણી કરો, જાણો તેની રેસીપી
- સુરત / મનપાએ વધાર્યો મિલકત વેરાનો ટાર્ગેટ, 2023માં 1700 કરોડની આવક થવાની શક્યતા
- Independence Day 2022 : સ્વતંત્રતા દિવસના મોકા પર ઘરે જરૂર ટ્રાય કરો આ Snacks