GSTV
Home » News » ઉમેદવારી નોંધાવતા પહેલા રોડ-શો અને ગંગા આરતી,વારાણસીથી ચૂંટણી લડવા પાછળ ભાજપનો આ છે ગેમ પ્લાન

ઉમેદવારી નોંધાવતા પહેલા રોડ-શો અને ગંગા આરતી,વારાણસીથી ચૂંટણી લડવા પાછળ ભાજપનો આ છે ગેમ પ્લાન

ધાર્મિક અને ઐતિહાસિક નગરી વારાણસી સાથે કરોડો હિન્દુઓની આસ્થા અનન્ય રીતે જોડાયેલી છે. વળી તે પૂર્વ ઉત્તર પ્રદેશમાં હોવાથી તેનો સીધો જ ફાયદો ભાજપને મળે તેમ હતો. ગોરખપુર અને વારાણસી સિવાયની બેઠકો પર ભાજપની કોઇ ખાસ ધાક નહોતી. આથી જ વારાણસીના માધ્યમથી સમગ્ર પૂર્વાંચલને સાધવાની રણનીતિ અંતર્ગત જ નરેન્દ્ર મોદીએ 2014માં વારાણસીથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું.

2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તેમના મુખ્ય પોસ્ટરબોયના સહારે ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. અને 2014ની ચૂંટણીનું મુખ્ય રણમેદાન વારાણસી બન્યું. કેમકે જો મોદી વારાણસીથી લડે તો ગોરખપુરની સાથે પૂર્વાંચલની અનેક બેઠકો પરના મત સાધવાની પણ ગણતરી હતી. વળી પૂર્વાંચલમાં મોદીની બેઠક હોવાથી તે બિહારને પણ પ્રભાવિત કરી શકે તેમ હતું.

પૂર્વાંચલ અને બિહાર એવા ક્ષેત્રો હતા જે વિકાસની દોડમાં પાછળ રહી ગયા હતા. આથી સફળ ગુજરાત મોડલના નાયક એવા મોદી માટે કેન્દ્ર અને રાજ્યોની સરકારને આ મુદ્દે ઘેરવી આસાન હતી. ધાર્મિક ધ્રુવીકરણ અને વિકાસનો સંગમ ભાજપ માટે લાભકારી હતો. અંદાજે 30 થી 40 બેઠકો જીતવાની રણનીતિ બનાવીને નરેન્દ્ર મોદીને વારાણસીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા.

બીજી તરફ અમિત શાહે પણ વારાણસીના મતદારોને સાધવા જાતિગત સમીકરણો કામે લગાડ્યા. ભાજપનાં પરંપરાગત મતદારો અને મોદીના સમર્થકો ઉપરાંત અન્ય જ્ઞાતિ-સમાજના મત ભાજપને મળે તે માટે રણનીતિ ઘડવામાં આવી. વારાણસીની 5 પૈકી 3 વિધાનસભા બેઠકમાં કુર્મી મતદારો પ્રભાવશાળી છે. આથી અમિત શાહે અપના દળ સાથે ગઠબંધન કરી વારાણસીમાં મોદીની જીત સુનિશ્ચિત કરી લીધી. તો મોદી પણ વિકાસ મોડલથી મતદારોને પ્રભાવિત કરી રહ્યા હતા.

kapil mishra on kejriwal

તમામ રણનીતિઓનું પરિણામ આખરે મોદીની પ્રચંડ જીતના સ્વરૂપે સામે આવ્યું. મોદીએ તેમના હરીફ અરવિંદ કેજરીવાલને 3 લાખ 71 હજાર 784 મતોની સરસાઇથી હાર આપી. નરેન્દ્ર મોદીને કુલ 5 લાખ 81 હજાર 22 મતો મળ્યા. અરવિંદ કેજરીવાલને 2 લાખ 9 હજાર 238 મત મળ્યા. ત્રીજા ક્રમે રહેલા કોંગ્રેસના અજય રાયને ફક્ત 75 હજાર 614 મત મળ્યા. બીએસપીના વિજયપ્રકાશ જયસ્વાલને 60 હજાર 579 મતો મળ્યા. તો સપાના કૈલાશ ચૌરસિયાને 45 હજાર 291 મત મળ્યા.

READ ALSO

Related posts

શરાબની શોખિન જોલીને લગ્નેત્તર સંબંધો પણ હતા, ગણાતી હતી સંસ્કારી ગૃહિણી

Arohi

મહારાષ્ટ્રમાં સીએમ તો ભાજપનો જ રહેશે, આદિત્યને ફડણવીસે કરી આ ઓફર

Mansi Patel

સૌરવ ગાંગુલીને લાગી લોટરી, ક્રિકેટના ધનાઢ્ય બોર્ડમાં અમિત શાહનો પણ વધ્યો દબદબો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!