GSTV
Home » News » શ્રીદેવીના નિધન બાદ દુબઈ ગયો હતો અર્જૂન કપૂર, 1 વર્ષ બાદ સાચુ કારણ આવ્યુ સામે

શ્રીદેવીના નિધન બાદ દુબઈ ગયો હતો અર્જૂન કપૂર, 1 વર્ષ બાદ સાચુ કારણ આવ્યુ સામે

અજુર્ન કપુર અને શ્રીદેવીની વચ્ચે હંમેશા દૂરી રહી હતી. બંને ક્યારેય પણ એકસાથે જોવા મળ્યા ન હતા. તેમ છતાં શ્રીદેવીના નિધન સમયે અજુર્ન કપુર ફિલ્મનું શુટિંગ અધુરુ છોડી દુબઈ પહોચી ગયા હતા. તે સમયે બધાં સરપ્રાઈઝ થઈ ગયા હતા. ત્યારે શ્રીદેવીના નિધનના વર્ષ બાદ એક્ટરે જણાવ્યુ હતુકે, તેણે દુબઈ જવાનો નિર્ણય કયા નજીકનાં લોકોને મળીને લીધો હતો.

એક ઈન્ટરવ્યુમાં અર્જુન કપુરે એ વાતનો ખુલાસો કર્યો હતોકે, મને દુખદ ઘટનાની જાણ થતાં તરત જ અર્ચના માસીને મળવા ગયો હતો. તેમણે કહ્યુ હતુકે તારુ દિલ જે માને તેમ કર. ત્યારબાદ અંશુલા સાથે વાત કરી હતી. બંને સાથે વાત કર્યા બાદ પિતા બોની કપૂર પાસે દુબઈ ગયો હતો. તેણે કહ્યુ હતુકે, હું અને અંશુલા હંમેશા જ્હાનવી અને ખુશી સાથે છીએ. મને ખુશી છેકે, તે સમયે મે દિલ મનની વાત માની હતી. મને હવે કોઈ વાતનો પસ્તાવો નથી.

ત્યારે અર્જુને વધુમાં કહ્યુ હતુકે, મારી મા મારા પિતાને ખૂબ પ્રેમ કરતી હતી. તે પણ ઈચ્છતીકે, આવા સમયે હું તેમની સાથે રહુ. ત્યારે આ ઘણું મુશ્કેલ છે. હું પણ તે પરિસ્થિતીમાંથી પસાર થઈ ચૂક્યો છું. મારી અંદર જે ખાલીપો છે, તે ફક્ત અંશુલા જ ફીલ કરી શકે છે. જે સમયે શ્રીદેવીનું નિધન થયુ ત્યારે અજુર્ન કપુર નમસ્તે ઈંગ્લેંડનું શૂટિંગ કરી રહ્યો હતો. તેમણે 7 દિવસની રજા લીધી હતી અને દુખદ સમયે પરિવાર સાથે રહ્યો હતો. એટલું જ નહી ખુશી અને જ્હાનવીને પણ સંભાળી હતી. ત્યારે અર્જુનને લઈને બોની કપૂરે પણ નિવેદન આપ્યુ હતુકે, અર્જુન ઘણો સમજદાર છે, અને મારા ચારેય બાળકો એકસાથે છે. અને ચારેય પોતાની જવાબદારે સારી રીતે સમજે છે.

READ ALSO

Related posts

બોલિવુડનાં પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરની બર્થડે પાર્ટી, અનોખા અંદાજમાં પહોંચ્યા બોલિવુડ સ્ટાર્સ

pratik shah

કરણ જોહરે સોશ્યલ મિડિયા પર કર્યો ખુલાસો, આ અનોખા નામથી બોલાવે છે તેમનો દિકરો

pratik shah

બ્લૂ કાર્પેટ પર સૌથી સ્ટાઈલિશ નજરે આવી અભિનેત્રી ભૂમિ પેડનેકર, જુઓ PHOTOS

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!