GSTV

નવી દિલ્હી બેઠક પર ઉમેદવારી પત્ર ભરવા સીએમ કેજરીવાલ 7 કલાક સુધી લાઈનમાં બેઠા

કોઈ મુખ્યમંત્રી નામાંકન પત્ર ભરવા માટે 7 કલાક સુધી લાઈનમાં બેસી રહે. દેશમાં રાજકારણીઓ ક્યારેય કોઈ લાઈનમાં ઉભું રહેવું પડે તો મોઢું બગાડતા હોય છે. એમાંયે સીએમ લાઈન લગાવે એ ભારતમાં શક્ય નથી ત્યાં દિલ્હીના સીએમ 7 કલાક લાઈનમાં બેસી નવી દિલ્હી બેઠક પર ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ મામલે ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ બળાપો કાઢ્યો છે કે બીજેપીવાળાઓ તમે કેજરીવાલને ફોર્મ ભરતા કે ત્રીજીવાર મુખ્યમંત્રી બનતા નહીં રોકી શકો. તમારા દરેક પ્લાનો નિષ્ફળ જશે.

જામનગર હાઉસમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગયેલા અરવિંદ કેજરીવાલ પહોંચે તે પહેલાં અપક્ષ ઉમેદવારોના વિરોધને કારણે તેમને અઢી કલાકનો સમય એમ જ બગડ્યો હતો. કેજરીવાલ 12 વાગ્યાની આસપાસ જામનગર હાઉસ સ્થિત કલેક્ટર કચેરીમાં પહોંચ્યા હતા. જ્યાં પહેલાંથી હાજર અપક્ષ ઉમેદવારોએ લાઇનમાં બેસવાનું જણાવી વિરોધ કરતાં તેમને 45 નંબરનો ટોકન ફાળવાયો હતો. કેજરીવાલ ત્યારથી પોતાનો નંબર આવે તેની પ્રતિક્ષા કરી રહ્યાં હતાં. આખરે 7 કલાક બાદ તેમનું ઉમેદવારીપત્ર ભરાયું હતું.

કેજરીવાલ જ્યારે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા ત્યારે અપક્ષ ઉમેદવારોએ વિરોધ કર્યો હતો. લાઈનમાં ઉભા રહેલા ઉમેદવારો ઘણા સમયથી ઉભા હતા. ઉમેદવારોએ એ સમયે બુમરાણ મચાવી હતી. સોમવારે પણ રોડ શોને કારણે કેજરીવાલ ઉમેદવારી ફોર્મ ભરી શક્યા ન હતા. અનજાન આદમી પાર્ટીના ઉમેદવારે જણાવ્યું હતું કે, સીએમ કેજરીવાલ લાઈનમાં ઉભા રહેવાને બદલે સીધા ઉમેદવારી ફોર્મ ભરવા માટે જતાં લાઈનમાં ઉભેલા ઉમેદવારોએ બખેડો કર્યો હતો. આખરે તેમને લાઈનમાં બેસવાનો નિર્ણય લીધો હતો.

ઓબ્ઝર્વરે આજે 53 લોકોને ટોકન આપ્યા હતા. 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર ભરવા માટે આવનાર તમામના ઉમેદવારી ફોર્મ ભરાશે તેમ જણાવી હોબાળો કરનાર લોકોને શાંત પાડ્યા હતા. મંગળવારે કેજરીવાલ રોડ શો બાદ પરિવાર સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.

કેજરીવાલે 2 કરોડ 9 લાખની સંપત્તિ કરી જાહેર

દિલ્હી ચૂંટણી માટે ફોર્મ ભરતાં પહેલાં કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ સામે આકરી પ્રતિક્રિયા આપી હતી. કેજરીવાલે કહ્યું હતું કે, તેઓ દિલ્હીમાં સ્કૂલો, હોસ્પિટલોમાં સુધારાની બાબત પર ભાર મૂકી રહ્યાં છે તો વિરોધી પાર્ટીઓ તેમને હરાવવા પ્રયાસો કરી રહી છે. દિલ્હીમાં અમારી સામે તમામ પાર્ટીઓ એક થઈ ગઈ છે. જેઓનું લક્ષ્ય માત્ર અરવિંદ કેજરીવાલને હટાવવાનું છે.

કેજરીવાલે ઇલેકશનના ઉમેદવારી પત્રમાં 2 કરોડ 9 લાખની સંપત્તિ જાહેર કરી છે. જેમની પાસે 2 લાખ 26 હજાર રૂપિયા રોકડા અને પત્ની પાસે 300 ગ્રામ સોનું , 24 ગ્રામ ચાંદી અને કૌશાંબીમાં 56 લાખનો ફ્લેટ હોવાનો ઉલ્લેખ કર્યો છે. ગુરૂગ્રામમાં પત્નીના નામે પણ એક કરોડનો ફ્લેટ ઉપરાંત વિરાસતમાં 37 લાખની મળેલી પ્રોપર્ટી કેજરીવાલે ઉમેદવારી પત્રમાં જાહેર કરી છે. આ ઉપરાંત કેજરીવાલ પાસે એક વેગનઆર કાર છે જે ભેટમાં મળેલી છે. કેજરીવાલની પત્નીના માથે 41 લાખ રૂપિયાનું દેવું છે.

દિલ્હી વિધાનસભા સીટથી કેજરીવાલ સામે બીજેપીના સુનિલ યાદવ અને કોંગ્રેસના રોમેશ સભરવાલનું નામ જાહેર થયું છે. કેજરીવાલ આ સીટ પરથી 2 વાર વિજેતા થયા છે. 2013માં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતને આ સીટ પરથી કેજરીવાલે હરાવ્યા હતા. વર્ષ 2015માં પણ આ સીટ પરથી વિજેતા થયા હતા. આમ કેજરીવાલને આ સીટ પરથી હરાવવા એટલે લોઢાના ચણા ચાવવા સમાન છે.

Related posts

સાર્ક બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ/ વિદેશમંત્રીએ પાકિસ્તાનને શાનમાં સમજાવી દીધું કે, પાડોશીઓ સાથે કઈ રીતે કરાય વ્યવહાર

Pravin Makwana

મોદી સરકારની વધશે મુશ્કેલી/ રાજીનામુ આપ્યા બાદ હરસિમરત કૌરની ખુલ્લી ચેતવણી, અત્યાર સુધી હાથ જોડ્યા, હવે દિલ્હીની દિવાલો હચમચાવીશું

Pravin Makwana

રાજ્યમાં Corona કેસમાં વધારો યથાવત, છેલ્લાં 24 કલાકમાં 1408 પોઝિટિવ દર્દીઓ સાથે 14નાં મોત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!