GSTV
Trending Videos Viral Videos

‘મિત્ર, સરેન્ડર કરી દો’, એન્કાઉન્ટર પહેલા સેનાના અધિકારીએ આતંકીને કર્યો VIDEO CALL, જુઓ શું વાતચીત કરી

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં મંગળવારે સુરક્ષા દળો સાથે અથડામણમાં પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (જેએએમ)ના બે આતંકવાદી માર્યા ગયા. અથડામણની થોડીકવાર પહેલા, આતંકવાદીઓને સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું, પણ તેમણે ઈનકાર કરી દીધો.

સેનાના અધિકારીએ આતંકવાદીઓને વીડિયો-કૉલ કરી તેમને સરેન્ડર કરવા માટે કહ્યું પણ તેમણે ઈનકાર કરી દીધો. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાદળોને કુલગામના અહવાટૂ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની સૂચના મળી હતી, જ્યાર બાદ ત્યાં ઘેરાબંધી કરી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું.

હવે સેનાના એક અધિકારી અને આતંકી વચ્ચે એક વીડિયો કૉલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જૈશ-એ-મોહમ્મદનો આતંકી કહે છે, ‘કસમથી, જે રીતે સેના કાશ્મીરનું સમર્થન કરે છે, તે જ રીતે કાશ્મીર પણ સેનાનું સમર્થન કરે છે.’ ત્યાર બાદ સેનાના અધિકારીએ આતંકીને આત્મસમર્પણ કરવા માટે કહ્યું. તેના પર આતંકવાદીએ સેનાના અધિકારીને પૂછ્યું કે શું તે સેનામાંથી જ છે ને?

તેના પર ભારતીય સેનાના અધિકારી કહે છે, ‘મિત્ર, હું સેનામાંથી જ છું. હું તમને સરેન્ડર કરવા માટે કહી રહ્યો છું.’ આતંકવાદી જવાબ આપે છે, ‘સર, હું પહેલાથી જ મોતની નજીક છું. તમે મને ત્રણવાર ગોળી મારશો. તમે કદાચ એક આખી મેગ્ઝીન ખાલી કરી દેશો.’ તેના પર અધિકારી કહે છે, ‘નહીં મિત્ર, અમે એવું નહીં કરીએ.’ ત્યાર બાદ વીતચીત ખતમ થઈ જાય છે. તેની થોડીકવાર બાદ જ બંન્ને આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા.

READ ALSO

Related posts

ભારતીય અમીરો કરી રહ્યા છે વિદેશમાં પલાયન, વર્ષ 2022માં 8 હજારથી વધુ કરોડપતિઓએ દેશ છોડ્યોઃ પલાયન મામલે ટોપ 3 દેશોમાં સામેલ

HARSHAD PATEL

લોકો પથારીમાં ઘૂસીને ઉર્ફીના ફોટા જોઈ રહ્યા છે પરંતુ તે પોતાની કારકિર્દી બનાવી રહી છે, ઉર્ફીના નિવેદન પર ચેતન ભગતે આપી આ પ્રતિક્રિયા

HARSHAD PATEL

પાચનથી લઈને વજન ઘટાડવામાં ગોળ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે

Kaushal Pancholi
GSTV