GSTV

Post Office પર નાણાં જમા કરાવ્યા પહેલા વાંચોલો આ, બદલાઈ ગયા છે આ નિયમો

Last Updated on December 26, 2019 by Arohi

PPF ખાતાધારકોને ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટને મોટી રાહત આપી દીધી છે. સરકાર પોસ્ટ ઓફિસ પીપીએફ ખાતાધારકોની જમા સીમાના નિયમમાં બદલાવ કર્યો છે. નવા નિયમ અનુસાર હવે પોસ્ટ ઓફિસમાં પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ વગેરે નાના બચત ખાતાધારક 25000 રૂપિયાથી વધીની રકમ જમા કરવી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટે જણાવ્યું કે ખાતાધારક નોન-હોમ બ્રાન્ચમાં 25000થી વધુ રકમના પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ ચેક જમા કરાવી શકે છે.

પહેલા નિયમ હતો કે ખાતાધારક 25000થી વધુનો ચેક જમા ન કરાવી શકે. ગ્રાહક કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈને રકમ જમા ન કરાવી શકતા પરંતુ હવે એવું નથી. ગ્રાહક પોતાની સગવડ અનુસાર કોઈ પણ શાખામાં રકમ જમા કરાવી શકે છે.

હકીકતે ડિપાર્ટમેન્ટને સતત તેના પર ફરિયાદ મળી રહી હતી. ગ્રાહકોની માંગ હતી કે આ સીમાને વધારી લેવામાં આવે. ગ્રાહકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને સીમાને વધારવાનો નિર્ણય લીધો છે. ઓર્ડર અનુસાર નોન હોમ પોસ્ટ ઓફિસ બ્રાંચ પર જઈને પોતાના પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ્સ એકાઉન્ટમાં કોઈ પણ રકમનો ચેક જમા કરી શકો છો. આ સુવિધા સુકન્યા સમૃદ્ધિ, એનએસસી, એફડી અને એકાઉન્ટ પર આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કરવું ખૂબ સુકક્ષિત માનવામાં આવે છે. નાના સેવિંગ્સ માટે પોસ્ટ ઓફિસ ઘણા પ્રકારની સ્કીમ્સ ઓફર કરે છે. તેમાં બચત ખાતા, રિકરિકંગ ડિપોઝીટ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, કિસાન વિકાસ પત્ર, માસિક ઈનકમ સ્કીમ જેવી બચત સ્કિમનો સમાવેશ થાય છે.

Read Also

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!