GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ચંદ્રયાન-2 પહેલા આ દેશે પણ ચંદ્ર પર જવાનું મિશન કર્યું હતુ લોન્ચ, આ મિશન પણ રહ્યું હતુ નિષ્ફળ

ચંદ્રયાન મિશનમાં નિરાશા સાપડી હોય તેવો ભારત એકલો દેશ નથી. અમુક મહિના પહેલા ઇઝરાયેલની ખાનગી સંસ્થા દ્વારા મોકલાયેલા સ્પેસક્રાફ્ટ સાથે પણ ભારતના લેન્ડર વિક્રમ જેવી જ ઘટના બની. ઇઝરાયેલી સ્પેસક્રાફ્ટ બેરેશીટ લેન્ડિંગ સમયે દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતુ. ઇઝરાયેલનું આ પહેલું મિશન મૂન હતુ. ભારતના ચંદ્રયાન-2 લોન્ચ થવાના અમુક સમય પહેલા જ ચાલુ વર્ષે એપ્રિલમાં ઇઝરાયેલએ પણ પોતાનું સ્પેસક્રાફ્ટ બેરેસીટ ચંદ્ર પર મોકલ્યું હતુ. જો કે ઇઝરાયેલાનું આ મિશન નિષ્ફળ રહ્યું અને સ્પેસક્રાફ્ટ લેન્ડ કરતા સમયે ક્રેશ થઇ ગયું.

આ ઇઝરાયેલનું પહેલું પ્રાઇવેટ ફંડ સ્પેસક્રાફ્ટ હતુ. ઇઝરાયેલની એક નોન પ્રોફિટ કંપનીએ આ સ્પેસક્રાફ્ટને લોન્ચ કર્યું હતુ. અમેરિકાની એક કંપની આર્ક મિશન ફાઉન્ડેશન પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ દુનિયાનું પહેલું પ્રાઇવેટ મિશન મૂન હતુ. આ અભિયાનમાં જો સફળતા મળી હોત તો રશિયા, અમેરિકા અને ચીન પછી ઇઝરાયેલ ચંદ્ર પર યાન ઉતારનારો ચોથો દેશ બની ગયો હોત. ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝના અવકાશ વિભાગના મેનેજિંગ ડીરેકટર ઓફેર ડોરોને પોતાનું યાન ચંદ્ર પર દુર્ઘટનાગ્રસ્ત થયાની પુષ્ટી કરી હતી.

ડોરોને જણાવ્યું હતુ કે અવકાશ યાન ટુકડે ટુકડા થઇને પોતાના લેન્ડિંગ સ્થળે વિખેરાઇ ગયું હતુ. કહેવાઇ રહ્યું છે કે યાનના એન્જિનમાં ટેકનિકલ સમસ્યા આવવાથી તેની બ્રેકિંગ સિસ્ટમ નિષ્ફળ થઇ ગઇ હતી. આ યાન ચંદ્રની સપાટીથી આશરે 10 કિલોમીટર દૂર હતુ. ત્યારે જ તેનો પૃથ્વી સાથેનો સંપર્ક તૂટી ગયો અને તે ચંદ્રની સપાટી પર દુર્ઘટનાગ્રસ્ત બન્યું.

ઇઝરાયેલના સ્પેસક્રાફ્ટ બેરેશીટને જ્યારે ચંદ્ર પર મોકલવામાં આવ્યું તો તેમાં એક વિશેષ પ્રકારનું પેકેજનો પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ વિશેષ પેકેજને લ્યૂનર લાઇબ્રેરી એટલે કે ચંદ્રનું પુસ્તકાલય એવું નામ અપાયું હતુ. આર્ક મિશન ફાઉન્ડેશને બેરેશીટ સાથે તેને મોકલ્યું હતુ. સંગઠનનો મુખ્ય ઉદેશ માનવ ઇતિહાસને ચંદ્ર પર સુરક્ષિત રાખવાનો છે. ચંદ્રના પુસ્તકાલયમાં ત્રણ કરોડ પેજમાં માનવ ઇતિહાસ, માનવોના ડીએનએ સેમ્પલ અને હજારો ડિહાઇડ્રેટેડ ટારટીગ્રેડ્સ હતા.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 7074 કેસ, સંક્રમીતોની સંખ્યા બે લાખને પાર

Mansi Patel

‘આયુષ્યમાન ભારત’ યોજનામાં તમારુ નામ રજીસ્ટર્ડ છે કે નહીં તે જાણવુ છે એકદમ સરળ, આ રીતે જાણી શકશો

Pravin Makwana

સાવધાન: ચીન ભારત પર કરવા જઈ રહ્યું છે સૌથી મોટો હુમલો, 20 લાખ લોકોને થશે અસર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!