જો આ જરૂરી કામ ના કરાવ્યું તો માર્ચ બાદ તમારું પાન કાર્ડ થઈ જશે ‘રદ્દી’

ચાલુ વર્ષે માર્ચ બાદ તમારું પાન કાર્ડ રદ્દ થઈ શકે છે. પાન કાર્ડ બેકાર થયા બાદ તમે કોઈ પણ પ્રકારના આવકવેરા સાથે જોડાયેલુ કામ કરી શકશો નહીં. કારણકે 31 માર્ચ પહેલા તમારે પોતાનુ પાન કાર્ડ આધાર સાથે લિંક કરાવવાનુ રહેશે.

પીએમએલએ કાયદા હેઠળ આધાર લિંક કરાવવુ જરૂરી

કેન્દ્ર સરકારે મની લોન્ડ્રિંગ (પીએમએલએ) કાયદા હેઠળ બેંક એકાઉન્ટ, પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવવા માટે હાલમાં 30 જૂન સુધીની ડેડલાઈન આપી છે. જો કેન્દ્ર સરકાર આધારને બેંક અને અન્ય એકાઉન્ટ સાથે લિંક કરાવવાની તારીખને આગળ વધારે છે તો તેનાથી કરોડો લોકોને રાહત મળશે, જેના આધાર કાર્ડ બન્યા નથી.

જેનુ આધાર-પાન લિંક નથી તેને છે ચિંતા

જોકે જો તમે આધાર કાર્ડ અને પાન કાર્ડને પરસ્પર લિંક કરાવી દીધુ છે તો પછી કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. કારણકે તેના માટે આવકવેરા વિભાગ તરફથી જાહેર સેવાઓ પહેલાની જેમ જ મળતી રહેશે.

ઘર બેઠા આ રીતે કરાવી શકો છો લિંક

  • આમ તો તમારા લોકોમાંથી ઘણા લોકોએ આધારને પાન સાથે લિંક કરાવ્યુ હશે, પરંતુ જે લોકોએ હજી સુધી આધારને પાન સાથે લિંક નથી કરાવ્યુ, તેવા લોકો ઘેર બેઠા આધારને પાનકાર્ડ સાથે જોડી શકે છે.
  • જો તમારું એકાઉન્ટ નથી બન્યુ તો રજીસ્ટ્રેશન કરાવો
  • લૉગ-ઈન કરતા જ પેજ ખુલશે, જેમાં ઉપર બતાવી રહેલા બ્લૂ સ્ટ્રિપમાં પ્રોફાઇલ સેટિંગ પસંદ કરો.
  • પ્રોફાઈલ સેટિંગમાં તમને આધાર કાર્ડ લિંક કરાવવાનુ ઑપ્શન જોવા મળશે, જેને પસંદ કરો.
  • અહીં આપવામાં આવેલા સેક્શનમાં પોતાનો આધાર નંબર અને કેપ્ચા કોડ ભરો.
  • જાણકારી ભર્યા બાદ નીચે બતાવી રહેલા ‘લિંક આધાર’ ઑપ્શન પર ક્લિક કરો.

એસએમએસ દ્વારા પણ કરી શકો છો લિંક

એસએમએસ સેવાનો ઉપયોગ કરીને પણ તમે પોતાના પાનકાર્ડ સાથે આધારને લિંક કરાવી શકો છો. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે 567678 અથવા 56161 પર એસએમએસ મોકલીને આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવી શકાય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter