GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

30 વર્ષની ઉંમર પહેલા જરૂર કરવું જોઈએ આ 3 જગ્યા પર રોકાણ, ભવિષ્યમાં આપશે ઢગલો લાભ

રોકાણ

આમ તો દરેક માણસ 20-30 વર્ષની ઉંમરમાં જ એવું વિચારતા હોય છે કે અત્યારથી રોકાણ કરવાની શરૂઆત કરવાની શું જરૂર છે પરંતુ તમે જેટલું જલ્દી રોકાણ કરવાનું શરૂ કરશે તમને તેટલો જ ફાયદો મળશે. હકીકતે તમે જેટલું જલ્દીમાં જલ્દી રોકણ કરવાનું શરૂ કરશો તમને રિટર્ન અટલું જ વધુ મળશે. એવામાં એક સારા ભવિષ્ય માટે જરૂરી છે કે તમે 30 વર્ષના થયા રહેલા અથવા તો 20થી 30 વર્ષની ઉંમરમાં રોકાણ જરૂર કરો.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ

રોકાણ

પીપીએફ એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એ રોકાણોમાંથી એક છે. જે સેક્શન 80સી હેઠળ ટેક્સમાં છુટ આપે છે. તેમાં વ્યાજ પણ ખૂબ સારૂ મળે છે. જે અત્યારે 7.1 ટકા છે. આ વ્યાદ દર બેન્કો તરફથી ઓફર કરવામાં આવતા વ્યાજ દરના લગભગ 1.5 ટકાથી વધુ છે. જોકે ભલે વાત વ્યાજ દરની હોય કે ટેક્સ સેવિંગની તેમાં દર વર્ષ સુધી એક વ્યક્તિ 1.5 લાખ રૂપિયા સુધીનું જ રોકાણ કરી શકે છે.

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ

રોકાણ

આ સમયે શેર બજાર કોરોનાની પહેલાના સમયની તુલનામાં ખૂબ નીચે છે. એવામાં જે લોકો 20થી 30 વર્ષની વચ્ચે છે તેમના માટે રોકાણની આ સુવર્ણ તક છે. આ હેઠળ તમને એક એસઆઈપી શરૂ કરવી જોઈએ. જે 500થી 1000 રૂપિયાથી પણ શરૂ કરી શકાય છે. તેમાં સારૂ રિટર્ન મળે છે માટે 30 વર્ષનો થયા પહેલા તેમાં પણ રોકાણ શરૂ કરી દેવું જોઈએ.

સોનામાં રોકાણ

રોકાણ

પાછલા 1 વર્ષમાં સોનાએ 37 ટકા સુધીના રિટર્ન આપ્યું છે જેનું સૌથી મોટું કારણ કોરોના વાયરસ છે. આવા સમયમાં લોકો એક સુરક્ષિત રોકાણની તરફ વધી રહ્યા છે. માટે સોનામાં રોકાણ વધી રહ્યું છે. દરકે વ્યક્તિને પોતાના રોકાણના ઓછામાં ઓછા 10 ટકા ભાગ તો સોનામાં રોકાણ કરવો જ જોઈએ. તમે ઈચ્છો તો ગોલ્ડ ઈટીએફમાં પણ રોકાણ કરી શકો છો જે સોનાની ઈલેક્ટ્રોનિક ફોર્મ છે.

Read Also

Related posts

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah

વડોદરામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, કુલ કેસની સંખ્યા 5500ને પાર, 24 કલાકમાં આટલા સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!