એકટ્રેસ વાણી કપૂરનો એક મ્યુઝિક વીડિયો સામે આવ્યો છે જેમા તે વ્હાઇટ આઉટફિટ્સમાં એકદમ હોટ અંદાજમાં જોવા મળી રહી છે. વાણી કપૂરે આ વીડિયોમાં સરસ મજાના ડાન્સ સ્ટેપ કર્યા છે તે જોઇને તમને નશે સી ચઢ ગઈ સોંગની યાદ આવી જશે.
ઉલ્લેખનીય છે કે વાણી અને રણવીરના સોંગ નશે સી ચઢ ગઈને યૂ ટયૂબ પર 306 મિલિયન વ્યૂઝ મળ્યા છે. અને નવા ગીત ની મેં યાર મનાના ની..પણ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે. આ જૂનુ અને ક્લાસિક સોંગ યશરાજના બેસ્ટ ગીતો પૈકીનું એક છે. વાણીએ જણાવ્યું હતું કે આ ગીત સાંભળતા જ મેં મારી જાતને આ ગીત સાથે રિલેટ કરી લીધી હતી કારણ કે તેમાં ગિવ અપ ન કરવાની વાત છે. મને આશા છે કે સૌને આ ગીત ગમશે.
આ ગીતને યશરાજ દ્વારા જ રિક્રિએટ કરવામાં આવ્યું છે. અને તે યશરાજ બેનરની ફિલ્મ દાગનું ગીત છે.