GSTV
Ajab Gajab Trending

શરાબી શૂઝ/ શૂઝમાં દારૂ ભરીને વેચવાની તૈયારીમાં છે આ ફેમસ બ્રાન્ડ, અજીબોગરીબ આવિષ્કાર પર લોકોએ કહ્યુ- ‘હદ કર દી આપને’

દુનિયામાં આવિષ્કારની કોઈ કમી નથી. પરંતુ જ્યારે કોઈ જાણીતી કંપની કંઈક અજીબોગરીબ કરવાની તૈયારી કરતી હોય ત્યારે માથે બળ પડવું સ્વાભાવિક છે. હવે આ કંપનીને જ લઈ લો, જે અત્યારસુધી દુનિયાભરમાં બિયરને લઈને ઓળખાતી હતી. પરંતુ હવે તે બૂટ બનાવવાની તૈયારીમાં છે. તમે પણ વિચારમાં પડી ગયાં ને, કે આખરે શૂઝ અને દારૂનું શું કોમ્બિનેશન. તો થોડું રૂકી જાવ, કારણકે કંપનીનો આવિષ્કાર તમને આશ્ચર્યમાં નાખી દેશે.

બીયર કંપની @Heinekenની નવા આવિષ્કાર તમને વિચારવા માટે મજબૂર કરી દેશે. શૂઝની સોલમાં દારૂ ભરીને વેચવા માટે તૈયાર છે આ કંપની. અજીબોગરીબ આવિષ્કારે લોકોને દંગ કરી દીધા. પ્રખ્યાત શૂઝ ડિઝાઇનર ડોમિનિક સિઆમ્બ્રોન સાથે કોલૈબરેશન બાદ કંપનીએ આ નવા શરાબી શૂઝને લોન્ચ કરવાની તૈયારી કરી છે. જેનું નામ હશે ‘હેનેકિક્સ’.

શૂઝ

શું તમને પણ બીયર પર ચાલવાનો શોક? તો લઈ લો ‘હેનેકિક્સ’.

અલબત્ત, આ નવી શોધ આલ્કોહોલ લવર અને બિયરના શોખીનો માટે કોઈ ગિફ્ટથી ઓછી નથી. તમારી બીયર હંમેશા તમારી સાથે રહેશે. અને કોઈ શંકા પણ નહીં કરે. એવા શૂઝ કે જેને મંદિરની બહાર નિકાળવાનું પણ મન ન થાય. તમારો મનપસંદ ખજાનો જે તેની અંદર ભરાયેલો રહેશે. હા, એક પ્રખ્યાત બીયર કંપની એવા જૂતા લોન્ચ કરવા જઈ રહી છે જે ખૂબ જ આલ્કોહોલિક હશે. કારણ કે એ શૂઝના સોલ બીયરથી ભરેલો હશે. હવે તમે વિચારતા હશો કે આ વિચિત્ર વિચાર ક્યાંથી આવ્યો.

તમને જણાવી દઈએ કે આ અદ્ભુત અને વિચિત્ર શોધ માટે પ્રખ્યાત શૂઝ ડિઝાઇનર ડોમિનિક સિએમ્બ્રોન સાથે કોલૈબોરેશન કરવામાં આવ્યો હતો. આ કસ્ટમાઈઝ્ડ શૂઝનો ફર્સ્ટ લુક જાહેર કરતાં, ટ્વિટર પર કેપ્શન લખ્યું – ‘તમારા માટે એકમાત્ર પર હેઈનકેન સિલ્વર ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેની સ્મૂથનેસ હવે નજીકથી જોઈ શકાય છે. તે પ્રખ્યાત ડિઝાઇનર ડોમિનિક સિએમ્બ્રોન સાથે મળીને ડિઝાઇન કરવામાં આવી હતી. Hynekicks તમારા રોજિંદા શૂઝ નથી, પરંતુ તમને આવી રીતે દરરોજ બીયપ પર ચાલવા પણ નથી મળતું.’

શરાબી શૂઝ મેળવીને બીયર પ્રેમીઓને મોજ પડી જશે

બિયર કંપનીએ જેવી Heinekix લૉન્ચ કરવાની જાણકારી આપી. આલ્કોહોલ પ્રેમીઓની ખુશીની કોઈ સીમા ન હતી. સોશિયલ સાઇટ્સ પર જ તેની જબરદસ્ત માંગ હતી. કેટલાક તેના રિફિલ વિશે ચિંતિત હતા, જ્યારે કેટલાક જાણવા માંગતા હતા કે સોલમાંથી બીયર કેવી રીતે બહાર આવશે. આ જૂતાની માંગ અને શક્ય તેટલી વહેલી તકે ક્યાંથી મળશે, કેવી રીતે ખરીદવું જેવા પ્રશ્નોથી આખું કોમેન્ટ બોક્સ ભરાઈ ગયું હતું. લોકોની આ બેચેની જોઈને સમજી શકાય છે કે કંપનીએ વિચિત્ર શોધ કરીને કોઈ મૂર્ખામી નથી કરી, પરંતુ લોકોના સ્વભાવને સમજીને નફાનો સોદો કર્યો છે.

READ ALSO:

Related posts

મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેન્જર ટ્રેનની માલગાડી સાથે ટક્કર થતાં થયો રેલ અકસ્માત, 50થી વધારે યાત્રી થયાં ઘાયલ

Hemal Vegda

ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ

Hemal Vegda

બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા

Binas Saiyed
GSTV