GSTV

લોન્ચ/હવે આ એપ્લિકેશન દ્વારા એક જ પ્લેટફોર્મ પરથી જોઈ શકશો 15 ચેટ એપ્સના મેસેજ

મેસેજ

વ્હોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, GMAIL જેવી ઘણી મહત્વપૂર્ણ એપ્લિકેશનો આજે મોટાભાગના લોકોના જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. પરંતુ એક સાથે ઘણી એપ્લિકેશનોના મેસેજોનું નિરીક્ષણ કરવું થોડું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, Beeper માર્કેટમાં એક નવી એપ્લિકેશન આવી છે જે આ સમસ્યાથી છૂટકારો આપી શકે છે. તે એક સેન્ટ્રલ હબની જેમ કાર્ય કરશે જે તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરેલી બધી એપ્લિકેશનોની સૂચનાઓ એક જગ્યાએ બતાવશે.


આ એપ્લિકેશન pebbleના CEO અને સ્થાપક એરિક મિગિકોવસ્કી દ્વારા રજૂ કરવામાં આવી છે. નિવેદન મુજબ, હવે વપરાશકર્તાઓ આ એપ્લિકેશન દ્વારા બધા મેસેજ એક જગ્યાએ જોઈ શકશે. આ એપ્લિકેશન 15 મુખ્ય મેસેજિંગ એપ્લિકેશન્સ અથવા સેવાઓ માટેના કેન્દ્રિય કેન્દ્ર તરીકે કાર્ય કરશે.


મળતી માહિતી અનુસાર, આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે દરેક યુઝર્સે દર મહિને કંપનીને $10 એટલે કે લગભગ 730 રૂપિયા આપવા પડશે. Beeper ની ખાસ વાત એ છે કે આના દ્વાર iMessege એન્ડ્રોઈડ પર પણ ચલાવી શકો છો.
આ એપની ઘોષણા કરતા ફાઉન્ડરના એરિક મિગિકોવસ્કીએ કહ્યું કે Beeper દ્વારા iMessage, એન્ડ્રોઈડ, windows Dvs linux પર પણ કામ કરશે.


beeper એપ પહેલા nova chatના નામે ઓળખાતી હતી. તે ઓપન સોર્સ મેટ્રિક્સ મેસેજિંગ પ્રોટોકોલ પર બનાવવામાં આવ્યું છે. આ એપ્લિકેશન macOS, Windows, Linux, iOS અને Android પર ચાલશે.

જે 15 ચેટ સર્વિસનું beeperમાં સપોર્ટ આપવામાં આવ્યો છે તે છે Android Messages (SMS), Beeper network, Discord, Hangouts, iMessage, Instagram, IRC, Matrix, Facebook Messenger, Signal, Skype, Slack, Telegram, Twitter અને whatsapp છે. આ તમામ એપ્લિકેશનો તેમના મેસેજ એક જ સ્થાન પર ફીડ કરશે અને વપરાશકર્તાઓ beeperની આ તમામ એપ્લિકેશનોનો જવાબ આપી શકશે.

READ ALSO

Related posts

સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ

Pravin Makwana

મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા

Pravin Makwana

મુસાફરો માટે સુવિધા: ટ્રેનોમાં પણ મળશે હવે WiFiની સુવિધા, રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસમાં ઉઠાવી શકશો આનંદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!