અમદાવાદમાં કોરોનાની સ્થિતી એટલી વિકટ બની છેકે હવે અમદાવાદથી કોરોનાને દર્દીઓને આણંદમાં સારવાર માટે શિફ્ટ કરવામા આવી રહ્યા છે. ગતરાતથી અત્યાર સુધીમાં કુલ 50 જેટલા દર્દીઓને આણંદ શિફ્ટ કરાયા હોવાની માહિતી સુત્રો પાસેથી મળી છે. અમદાવાદની હોસ્પિટલ્સમાં બેડ ફૂલ થઇ જતા દર્દીઓને આણંદ ખસેડવાનું શરૂ કરાયુ છે. જેમાં કરમસદ અને ચાંગા હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવામા આવી રહી છે. તો હાલની પરિસ્થિતીને જોતા આણંદ આરોગ્ય વિભાગ દ્રારા કંટ્રોલ રુમ શરૂ કરાયો છે.
અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું. સરકારી બાદ ખાનગી હોસ્પિટલ્સ પણ કોરોનાના દર્દીઓથી ફુલ થવા લાગી છે. અમદાવાદમા ખાનગી હોસ્પિટલ્સમાં 2,658 બેડમાંથી માત્ર 236 બેડ જ ખાલી છે. તો ICU વીથ વેન્ટીલેટરવાળા માત્ર 16 બેડ ઉપલબ્ધ છે. જ્યારે ICUવિધાઉટ વેન્ટિલેટરવાળા માત્ર 19 બેડ જ ઉપલબ્ધ છે. અને આઇસોલેશન બેડ 110 ખાલી છે. રાજ્યના અધિક સચિવ રાજીવ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર 108ની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાંથી સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી. તો એસવીપી હોસ્પિટલમાં 300 જેટલા વધારાના બેડ મૂકાશે.તો અમદાવાદમાં કેસો વધવાને લઇને રાજીવ ગુપ્તાએ જણાવ્યુ છેકે અમદાવાદમાં લોકોએ થોડી ઓછી કાળજી લીધી હોવાથી કેસો વધ્યા છે.

READ ALSO
- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ