GSTV

દૂધસાગર ડેરી : આજ રાતથી ફોર્મ પરત ખેંચવા થશે ખાટલા પરિષદ

Last Updated on December 22, 2020 by Karan

મહેસાણા દૂધ સાગર ડેરીનો ચૂંટણીનો મામલો સૌથી ચર્ચાસ્પદ બની રહ્યો છે. મહેસાણા દૂધસાગર ડેરીના માન્ય ઉમેદવારોનું લિસ્ટ ચૂંટણી અધિકારીએ જાહેર કરી દીધું છે. જેમાં વિપુલ ચૌધરીના સમર્થન સાથેની જોડિયા જૂથ મંડળીને બાકાત રાખતા ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું છે. કુલ 132 ઉમેદવારો વચ્ચે આજે 105 ઉમેદવારો નું લિસ્ટ જાહેર કરાઈ ચૂક્યું છે. હવે પછીની કામગીરીમાં બંને પેનલો વચ્ચે ખાટલા બેઠકો ચાલુ થઈ જશે. દૂધસાગર ડેરીમાં ફોર્મ ભરાયેલા ઉમેદવારોનું ફાઈનલ લિસ્ટ ચૂંટણી અધિકારીએ જાહેર કર્યા બાદ હવે આજ રાતથી કોણ ફોર્મ પરત ખેંચશે તેને લઈને ચર્ચાઓનો દોર ચાલુ થશે. આ ચૂંટણીમાં આવતીકાલથી 24 તારીખ સુધી ફોર્મ પરત ખેંચવાની તજવીજ કરવામાં આવશે.

ડેરીના પેટા કાયદા સહિત ઉમેદવારની મંડળીને ક વર્ગ આવતા ફોર્મ રદ કરાયું

ચૂંટણી અધિકારીએ દૂધસાગર ડેરીની જોડિયા મંડળીને બાદ કરતાં ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. જ્યારે સિદ્ધપુરના 4 ઉમેદવારના ફોર્મ રદ કરતા વિપુલ ચૌધરીના સમર્થકોને ફટકો પડશે. અહીં વિપુલ ચૌધરી પેનલના 4 ઉમેદવારોના ફોર્મ રદ થતાં સિદ્ધપુર બેઠકને બિન હરિફ જાહેર કરાતાં મામલો કોર્ટ સુધી પહોંચે તેવી શક્યતા છે. સિદ્ધપુર બેઠકમાં 4 ઉમેદવાર વિપુલ ચૌધરીના સમર્થનમાં હતા. ડેરીના પેટા કાયદા સહિત ઉમેદવારની મંડળીને ક વર્ગ આવતા ફોર્મ રદ કરાયું છે. આ બેઠક પર વિપુલ ચૌધરી જૂથ ના 4 ફોર્મ રદ્દ થયા છે. જેની સામે વિપુલ ચૌધરી જૂથના સભ્યોએ રજિસ્ટ્રારે પક્ષપાતીભર્યુ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે અને રજિસ્ટ્રારના નિર્ણય સામે વિપુલ ચૌધરી પેનલ કોર્ટમાં જશે. અશોક ચૌધરી જૂથ ના 2 ફોર્મ યથાવત રખાયા છે.

જોડિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની પિટિશન વચ્ચે યાદી પ્રસિદ્ધ કરાઈ

સિદ્ધપુરની બેઠકના અશોક ચૌધરી જૂથના 2 માંથી એક ઉમેદવાર નિશ્ચિત કરાશે. હાલના તબક્કે 4 ફોર્મ રદ થતાં સિદ્ધપુર બેઠક અશોક ચૌધરી જૂથે કબ્જે કરી છે. જેની સામે હવે વિપુલ ચૌધરી જૂથના ઉમેદવારો કોર્ટના શરણે જશે. મહેસાણા દુધસાગર ડેરીના વહિવટમાં છેલ્લા 16 વર્ષથી વિપુલ ચૌધરી પેનલનો દબદબો જળવાઈ રહ્યો છે. જોડિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની પિટિશન વચ્ચે યાદી પ્રસિદ્ધ કરાઈ છે. જોડિયા મંડળીની યાદી હાલમાં પેન્ડિગ રાખવામાં આવી છે. જ્યારે કે અન્ય વિસ્તારની મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જ્યારે સિદ્ધપુર બેઠક પરિવર્તન પેનલની બિન હરીફ જાહેર થઈ છે.

છેલ્લા 16 વર્ષથી વિપુલ ચૌધરી પેનલનો દબદબો જળવાઈ રહ્યો

દૂધસાગર ડેરીની ચૂંટણી 5 જાન્યુઆરીએ છે. દૂધસાગર ડેરીમાં વિપુલ ચૌધરી અને અશોક ચૌધરી પેનલના સભ્યોએ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. બંને પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરાઈ રહ્યો છે. મહેસાણા દુધસાગર ડેરીના વહિવટમાં છેલ્લા 16 વર્ષથી વિપુલ ચૌધરી પેનલનો દબદબો જળવાઈ રહ્યો છે. આ ડેરી સાથે 1200 ગામોથી વધુ દૂધ સંઘો જોડાયેલા છે. ફોર્મચકાસણી બાદ આજ રોજ ચૂંટણી અધિકારી અને વિસનગરપ્રાંત અધિકારીની સહીથી માન્ય ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

શાબાશ ગુજરાત! રાજ્ય બન્યું દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરીંગ હબ, મહારાષ્ટ્રને પછાડીને નંબર વન નો તાજ મેળવ્યો

pratik shah

Jammu & Kashmir / યુએનએ કાશ્મીરીને મુક્ત કરવાની કરી માંગ, ભારતે લગાવી ફટકાર

Vishvesh Dave

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!