GSTV

આ કારણે હવે નિર્ભયાના દોષિતોને 14 દિવસ બાદ જ ફાંસી મળશે

Last Updated on March 4, 2020 by Mayur

નિર્ભયા કાંડના દોષિત ફાંસીથી બચવા માટે પેંતરાબાજી કરી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે દોષિત પવનની દયા અરજી ફગાવી દીધી. હવે ચારેય દોષિતોની વિરૂદ્ધ ડેથ વોરંટની નવી તારીખ જાહેર કરવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. જો કે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પ્રમાણે દયા અરજી ફગાવ્યા બાદ દોષિત પવનને 14 દિવસનો નોટિસ માટેનો સમય મળશે. જેથી સ્પષ્ટ છે કે 14 દિવસ બાદ જ દોષિતોને ફાંસી મળી શકે છે.

પવનની દયા અરજી નામંજૂર થયા બાદ નિર્ભયાના વકીલે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી. જેમાં દોષિતોની સામે નવું ડેથ વોરંટ જાહેર કરવાની માંગણી કરવામાં આવી. જો કે પવન હજુ દયા અરજી ફગાવવાની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. આવું અન્ય દોષિતોએ પણ કર્યું હતુ. જો કે પવન પાસે બાકીના તમામ કાયદાકીય વિકલ્પો પૂર્ણ થઇ ચુક્યા છે.

READ ALSO

Related posts

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!