તાંત્રીકોના કારણે સફેદ ઘૂવડની કિંમત લાખોએ પહોંચી છે, એ જ ઘૂવડની આવી હાલત છે

આમ તો ઘૂવડ બ્રાઉન રંગનું હોય છે. પરંતુ સફેદ ઘૂવડ ખૂબજ દુર્લભ ગણાય છે. એવું કહેવાય છે કે તંત્રમંત્ર કરનારા માટે આ ઘૂવડ ઉપયોગી છે. અને એટલા માટે જ ઇન્ટરનેશનલ માર્કેટમાં આ ઘૂવડની કિંમત લાખો રૂપિયામાં થાય છે. આવા જ એક નહીં પરંતુ બે ઘૂવડ ઘાયલ અવસ્થામાં મળી આવ્યા છે. અને તે ઘાયલ થવા પાછળનું કારણ છે પતંગની દોરી છે.

સફેદ ઘુવડની પાંખમાં કરેલી મરહમ પટ્ટી માટે ઘાતક પતંગ દોરી જવાબદાર છે. આ સફેદ ઘુવડ ખૂબજ દુર્લભ ગણાય છેકે અને તેની ઇન્ટરનેશનલ માર્કેટમાં લાખો રૂપિયાની કિંમત થાય છે. કહેવાય છેકે તંત્ર વિદ્યા કરનારા લોકો માટે આ ઘૂવડ ખૂબજ ઉપયોગી ગણાય છે. મહેસાણામાં પશુપાલન વિભાગને આ ઘૂવડ ઘાયલ અવસ્થામાં મળી આવ્યું હતું. જ્યારે બીજુ એક ઘૂવડ બીમાર અવસ્થામાં મળી આવ્યુ છે. હાલમાં મહેસાણાના પશુપાલન વિભાગ દ્વારા આ ઘૂવડની સારવાર કરીને તેને એક મહિના સુધી રાખવામા આવશે. બાદમાં તેને કુદરતી વાતાવરણમાં મુક્ત કરી દેવાશે. ત્યારે જો દરેક લોકો થોડી સમજણ વાપરીને સવાર અને સાંજના સમયે પતંગ ઉડાવવાનું ટાળે તો આવા અબોલ પક્ષીઓને બચાવી શકાય.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter