GSTV

સરકારના ઠાગાઠૈયાને કારણે આ લોકો કચ્છથી અમદાવાદ આવી વસવાટ કરવા મજબૂર

Last Updated on October 25, 2018 by

સરકારે કચ્છ જિલ્લાને અછતગ્રસ્ત તો જાહેર કરી દીધો પરંતુ સહાય કરવામાં ઠાગાઠૈયા કરી રહી છે. એટલે કચ્છના પશુપાલકો હિજરત કરવા મજબૂર બન્યા છે. કેટલાક કચ્છી પશુપાલકો હિજરત કરી સાણંદ અને તેની આસપાસના ગામોમાં વસવાટ કર્યો છે. હિજરતની  ઘટના અંગેની નોંધ કલેક્ટરે લીધી છે.

કલેક્ટરે આ મામલે પ્રાંત અધિકારીને તપાસ કરવાના આદેશ આપ્યા છે. કેટલા પશુપાલકો અને કેટલા પશુઓ આવ્યા તેની વિગત આપવાના આદેશ આપવામાં આવ્યા છે. કચ્છમાં ઘાસચારાના અભાવે દસ પશુઓનાં મોત થયા છે. જે બાદ પશુપાલકોએ એક હજાર જેટલા પશુઓ સાથે કચ્છ છોડવું પડ્યું છે. હિજરત કરેલા પશુપાલકોએ અમદાવાદ કલેક્ટરને સહાય માટે રજૂઆત કરી છે. પશુપાલકોએ પશુઓ માટે ઘાસચારો આપવા રજૂઆત કરી છે.

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!