GSTV
Home » News » મંદીનું મટકુ મૂકી કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના 12 હજાર કરોડ રોકી લીધા

મંદીનું મટકુ મૂકી કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના 12 હજાર કરોડ રોકી લીધા

દેશની આર્થિક પરિસ્થિતી સારી હોવાનો દાવો કેન્દ્રની મોદી સરકાર ઢોલ વગાડીને કરી રહી છે. વાસ્તવિક સ્થિતિ એવી છે કે કેન્દ્ર સરકાર પાસે પૂરતું ફંડ શિલ્લક ન હોવાથી મહારાષ્ટ્રના હિસ્સામાં આવનારા ૧૨ હજાર કરોડ રૂપિયા પાંચ મહિનાથી ચૂકવ્યા નથી એવું આંચકાજનક માહિતી પ્રકાશમાં આવી છે.કેન્દ્ર સરકારને કરવેરા મારફતે મહેસૂલ આવક મેળવવા માટે વન- નેશન-વન ટેક્સ નામ હેઠળ જી.એસ.ટી. એટલે કે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સની નવી પદ્ધતિ અમલ કરાઇ છે. આનાથી દર મહિને મહારાષ્ટ્રને ૮ થી ૧૦ હજાર કરોડ રૂપિયાની આવક અપેક્ષિત હતી માત્ર પ્રત્યક્ષ રાજ્ય સરકાર પાસે ૪ હજાર કરોડ રૂપિયાની રકમ મળે છે.

આ સિવાય કેન્દ્ર સરકાર તરફથી બાકીની રકમ નુકસાન ભરપાઇ કેન્દ્ર પાસે મંગાવવામાં આવે છે. તેટલી જ રકમ કેન્દ્ર સરકાર દ્વારા નુકસાની ભરપાઇ કરાય છે. એવી માહિતી નાણા વિભાગના એક ઉચ્ચ અધિકારીએ આપી હતી. કેન્દ્ર નિયમ અનુસાર દર બે મહિનામાં રાજ્યની તિજોરીમાં કેટલી મહેસૂલ જમા થઇ છે કેટલી ખાધ આપી છે. એ સંપૂર્ણ માહિતી રાજ્ય દ્વારા કેન્દ્રને મોકલવામાં આવે છે. ત્યાર બાદ ત્રીજા મહિનામાં કેન્દ્ર તરફથી બે મહિનાની નુકસાની ભરપાઇ રાજ્ય સરકારને કરાય છે.

રાજ્યએ આપેલી માહિતી અનુસાર ઓગસ્ટ ૨૦૧૯, સપ્ટેમ્બર ૨૦૧૯ આ બન્ને મહિનાની નુકસાની ભરપાઇ ઓકટોબર ૨૦૧૯માં મળવી અપેક્ષિત હતું. તે રકમ મળી નથી. ત્યાર બાદ ઓકટોબર ૨૦૧૯ અને નવેમ્બર ૨૦૧૯ની રકમ ટૂંકસમયમાં મોકલવામાં આવશે. એમ કહીને આ બે મહિના અને અગાઉના બે મહિના મળીને ચાર મહિનાની નુકસાની ભરપાઇની રકમ ડિસેમ્બર મળશે એવી અપેક્ષા હોવાનું તેમણે જણાવ્યું હતું. કદાચ કેન્દ્ર સરકાર પાસે પૈસા ન હોવાને લીધે રાજ્યના હિસ્સાની રકમ હજી સુધી અપાઇ નથી. મહારાષ્ટ્રની સાથે સાથે અન્ય અમુક રાજ્યને પણ નુકસાનીની ભરપાઇ રકમ ચૂકવી નથી. મહારાષ્ટ્રને ચાર મહિનાની નુકસાની ભરપાઇ પેટે ૧૨ હજાર કરોડ રૂપિયા લેવાના નીકળે છે.

READ ALSO

Related posts

ચોરીના આરોપમાં બે યુવકોની જોરદાર માર મરાયો, પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ અને સ્ક્રૂ ડ્રાઈવર નખાયા

Karan

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈ રાજ્યભરમાંથી પોલીસ બોલાવવામાં આવી, કુલ 20,000 પોલીસ કર્મચારીઓ ખડેપગે

pratik shah

સુરત : દુષ્કર્મ કેસના નરાધમની ફાંસી પર સુપ્રીમે લગાવી રોક, સાડા ત્રણ વર્ષની બાળકી પર ગુજાર્યો હતો બળાત્કાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!