GSTV
Home » News » ક્રૂડ ઓઇલની કિંમતોમાં થયેલા વધારા બાદ રૂપિયો નબળો પડ્યો, ડોલરની સામે 18 પૈસા તૂટ્યો

ક્રૂડ ઓઇલની કિંમતોમાં થયેલા વધારા બાદ રૂપિયો નબળો પડ્યો, ડોલરની સામે 18 પૈસા તૂટ્યો

ક્રુડ ઓઇલમાં થયેલા ઉછળકૂદ બાદ આજે માર્કેટમાં અમેરિકી ડોલરની સરખામણીએ રૂપિયાનો વિનીમય દર 18 પૈસા તૂટીને 71.78 પર બંધ થયો હતો. ભારત વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું આયાત કરતો દેસ છે. ક્રુડ ઓઇલનાં ભાવ વધવાથી રાજકોષીય ખાધ અને ફુગાવો વધવાની શક્યતા છે. ઇન્ટરબેન્ક વિદેશી મુદ્રા વિનીમય બજાર 71.83 રૂપિયા પ્રતિ ડોલર ખુલ્યો હતો. કારોબાર દરમિયાન રૂપિયો 71.98 સુધી નીચે જતો રહ્યો હતો પરંતુ અંતમાં તે પોતાનાં બંધ ભાવનાં મુકાબલે 18 પૈસા તૂટીને 71.78 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.

સૌથી મોટા ક્રુડ ઓઇલનાં નિકાસકાર દેશ સઉદી અરબનાં તેલ પ્લાન્ટ પર થયેલા ડ્રોન હુમલાને કારણે તેની રોજબરોજની અડધા કરતા વધું તેલ જરૂરિયાત પ્રભાવિત થઇ છે. કાચા તેલની વધતી કિંમતોને કારણે અમેરિકી ચલણ બજારને મુકાબલે રૂપિયો 68 પૈસા તૂટીને 71.60 પર બંધ થયો હતો.

શુક્રવારે ડોલરનાં મુકાબલે રૂપિયા 70.92 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો. નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે ઘરેલુ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે 70 હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યુ હતું. જો કે માર્કેટ પર તેની કોઇ અસર જોવા મળી નહિ.

ક્રુડ ઓઇલનાં વધતા ભાવથી માર્કેટની સ્થિતી ખરાબ રીતે અસર પામી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સિવાય ઘરેલુ શેર બજારમાં ભારે લેવાલી અને વિદેશી ભંડોળના સતત ઉપાડથી સ્થાનિક ચલણની સમજને પણ અસર થઈ.

READ ALSO

Related posts

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

Dharika Jansari

મહારાષ્ટ્ર વિધાનસભામાં એક્ઝિટ પોલના આંકડા મુજબ ભાજપ-શિવસેનાને મળશે આટલી સીટો

Nilesh Jethva

70 વર્ષોમાં પહેલીવાર આવુ થયુ, પાકિસ્તાને ભારતની આ સેવા પર મુક્યો પ્રતિબંધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!