GSTV

આ Appના કારણે ધડાધડ ઉતરે છે તમારા ફોનની બેટરી, ડિસ્પ્લેને પણ છે ખતરો

Last Updated on November 1, 2019 by Karan

Googleની એક એપ તમારા ફોનની બેટરી ચૂસી રહી છે અને તેમને જાણ પણ નથી. અનેક યઝર્સે ફરિયાદ કરી છે કે Google Assistantમાં એક બગ છે. જ્યારે પણ તમે એક ડિવાઇસ પર Ok Google કે Hey Google કહો તો Assistant અન્ય ડિવાઇસ પર પણ ખૂલી રહ્યુ છે.

આ ફ્રેઝ સાંભળ્યા બાદ અન્ય ડિવાઇસની સ્ક્રીન ઑન થઇ જાય છે અને બંધ થતી નથી. આ બગના કારણે Google Assistant પણ ત્યાં સુધી એક્ટિવ રહે છે જ્યાં સુધી પાવર ઑફ ન કરવામાં આવે. રિપોર્ટસ અનુસાર, આ બગે અત્યાર સુધી Google Home અને Google Pixelને શિકાર બનાવ્યાં છે.

બેટરીની સાથે સ્ક્રીનને પણ જોખમ

Reddit પર અનેક લોકોએ જણાવ્યું કે તેમને આવી સમસ્યા સતાવી રહી છે. કલાકો સ્ક્રીન અને Google Assistantના ઑન રહેવાના કારણે તેની બેટરી ઝડપથી ઉતરી જાય છે.

Google Assistantના ઑન રહેવાના અનેક નુકસાન છે. તેનાથી ફક્ત બેટરી બરબાદ થાય છે પરંતુ ડિવાઇસ અનલૉક્ડ રહે છે. કોઇપણ તમારા ફોનને યુઝ કરી શકે છે. google પણ અત્યાર સુધી આ પ્રોબલેમને દૂર કરવા માટે અપડેટ જારી કરી શક્યુ નથી.

Google Home Speaker

કેવી રીતે મેળવશો આ સમસ્યાથી છૂટકારો

જ્યાં સુધી Google Assistantના અપડેટમાં આ બગને ફિક્સ ન કરવામાં આવે ત્યાં સુધી તમે તેને ફ્રીઝ કરી શકો છો. ફોન પર Google App ખોલો. જમણી જરફ નીચે More પર ટેપ કરો. Settings પર ટેપ કરો. Google Assistant પર ટેપ કરો. Assistant Devices પર જાઓ અને તે ડિવાઇસના નામ પર ટેપ કરો. જેના માટે તમે Assistant બંધ કરવા માગો છો. પછી Google Assistant  ટૉગલ પર ટેપ કરો.

Read Also

Related posts

12માં ધોરણના વિદ્યાર્થીએ પકડી IRCTCની મોટી ભૂલ, નહીંતર લીક થઇ ગયો હોત લાખો મુસાફરોને પ્રાઇવેટ ડેટા

Bansari

કાળા અંગ્રેજો: દલિત સમાજનું બાળક ભૂલથી મંદિરમાં દર્શન કરવા ગયું તો ઉંચ્ચ જાતિના લોકોએ 25,000નો દંડ ફટકાર્યો

Pravin Makwana

WhatsApp યુઝર્સ માટે ખરાબ સમાચાર ! એપથી હટાવવામાં આવી રહ્યું છે આ ફીચર, જાણો કારણ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!