સ્વાસ્થ્યથી વધશે સુંદરતા, ચહેરાનો રંગ નિખારવો હોય તો કરો ફક્ત આટલું

ગોરા થવાના નામે લોકો મોંઘીદાટ ક્રિમો પાછળ કેટલાય રૂપિયાનો ધુમાડો કરતાં હોય છે. એવું નથી કે આ વસ્તુઓથી ફાયદો નથી થતો ઘણી વખત આવી ક્રિમો તમારા રંગને નિખારવાની બદલે વધારે ખરાબ કરે છે.

જો તમે પણ આવા ખર્ચા કરતાં હોવ તો એકવાર આ વાંચી લો. કારણ કે શરૂઆતમાં સારું રિઝલ્ટ આપતી ક્રિમનો જાદુ ટેમ્પરરી હોય છે. શું તમે જાણો છો તમારા કિચનમાં હાથવગી જ એવી વસ્તુઓ છે જેનાથી તમે સ્કિનને ગોરી બનાવી શકો છો.

ચહેરાની રંગત અને રંગ નિખારવા માટે માત્ર બહારથી જ નહીં અંદરથી પણ પ્રયત્ન કરવા જરૂરી છે. વિટામિન અને મિનરલ્સનું પ્રમાણ શરીરમાં સરખું હશે તો ચહેરા પર ગ્લો આવવા લાગશે. તેમાંય જો તમે નેચરલ વસ્તુઓથી બનેલા ફેસપૅક લગાવો તો નિખાર હજી વધારે આવે છે.

સ્વાસ્થ્યથી વધશે સુંદરતા

  • નવશેકા પાણીમાં લીંબુનો રસ નિચોવીને એનાથી સ્નાન કરો. રોજે સવારે લીંબુ અને મધ પીવો.
  • આમળાનો છુંદો રોજે ખાવાથી બે-ત્રણ મહિનામાં શરીરનો રંગ ઉઘડે છે.
  • સવારે ખાલી પેટ ગાજરનો જ્યૂસ પીવાથી પણ રંગ ઉઘડે છે.
  • પેટ હંમેશા સાફ રાખો. કોન્સ્ટિપેશન ના થવા દો કારણ કે એનાથી ખીલ થાય છે.
  • રોજે ઓછામાં ઓછા પાંચ લીટર પાણી પીવો.
  • ગ્રીન ટી કે ગ્રીન કૉફી પીવો.
  • પ્રાણાયામથી પણ ચહેરો ગ્લો કરે છે.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter