GSTV
Home » News » બ્યૂટી પાર્લર જવાની જરૂર નથી, રસોડાની આ ઉપયોગી ચીજોથી કરો સુંદરતાની માવજત

બ્યૂટી પાર્લર જવાની જરૂર નથી, રસોડાની આ ઉપયોગી ચીજોથી કરો સુંદરતાની માવજત

ગુલાબી ગાલ, લાંબા-કાળા વાળ, ચમકદાર ત્વચા દરેક માનુનીની ઇચ્છા હોય છે. આ માટે તે બજારુ સૌંદર્ય પ્રસાધનો અથવા તો બ્યુટિ નિષ્ણાતોની સલાહ લેતી હોય છે. પરંતુ જે મહિલાઓ આર્થિક તંગી ભોગવતી હોય તે પોતાની સુંદરતાને નિખારી શકતી નથી. જોકે તે ફળ-શાકના ઉપયોગથી સુંદરતાની માવજત કરી  શકાય  છે. 

ગુલાબી ગાલ કરવા માટે બીટ જેવું ઉત્તમ એક પણ નથી. ત્રણ બીટને બાફી તેને છુંદી નાખવું તેમાં ત્રણ ચમચા પાવડર ભેળવવો આ મિશ્રણને ચહેરા અને ગાલ પર લગાડવું અને ૨૦ મિનીટ બાદ ધોઇ નાખવું.

ચહેરા પર કરચલી પડી હોય કે  ફાઇન લાઇન્સ આવી ગઇ હોય તો, પરેશાન થશો નહીં. આ માટે ાંબળા અને મદનું મિશ્રણ ફાયદાકારક છે. નિયમિત રીતે મધમાં ભીંજવેલા આંબળા એક ચમચો ખાવા. 

બે-ત્રણ ચમચા ચણાના લોટમાં  એક  ચમચો દૂધનું ક્રિમ અનેેક ચમચો ઘઉનું થૂલું તેમજ દહીં ભેળવવું. આ મિશ્રણને ચહેરા પર લગાડી ૧૫ મિનીટ બાદ ધોઇ નાખવું. જેથી ચહેરાની ત્વચા મુલાયમ થશે.

ત્વચાનો વાન નિખારવા માટે લીંબુના રસને ચહેરા પર લગાડવો. લીંબુના રસમાં ટામેટાનો રસ ભેળવી લગાડવાથી ત્વચા સ્વચ્છ થાય છે તેમ વાન નિખરે છે. 

પ્રોટીનથી ભરપુર તલના તેલમાં ચીકાશ નથી હોતી. તેને વાળમાં લગાડવાથી વાળની ચમક અને મજબૂતી વધે છે. નિયમિત રીતે તલના તેલને વાળમાં લગાડવાથી  વાળ અકાળે સફેદ થતા અટકે છે. 

અખરોટ સફેદ ડાગ માટે ફાયદાકારક સાબિત થયા છે. અખરોટનું નિયમિત સેવન સફેદ થઇ ગયેલી ત્વચાને મૂળ રંગમાં પાછી લાવવા મદદ કરે છે. 

ગુલાબજળ રંગ  નિખારવા માટે લાભદાયી છે. ગુલાબની પાંખડીઓને પાણી સાથે ભેળવી તેને વાટી પેસ્ટ બનાવવી પાણીમાં ભેળવવી. આ મિશ્રણ એક દિવસ રહેવા દેવું. ત્યાર બાદ આ પાણીથી ચહેરો ધોવાથી ત્વચા ગુલાબી થાય છે તેમજ વાન નિખરે છે. 

કાકડી ત્વચા માટે ફાયદાકારક સાબિત થઇ છે. તેના ઉપયોગથી આંખ પાસેના કાળા કુંડાળા અને પફનેસ તેમજ આંખ પાસેના સોજાથી છુટકારો મળે છે. કાકડીના પૈતા  આંખ પર પેડની માફક ૨૦ મિનીટ માટે  મુકવા. 

પપૈયમાં વિટામિન એ ભરપુર માત્રામાં સમાયેલું છે. તેમાં એન્ઝામાઇન હોય છે જે પેપિનના નામે ઓળખાય છે. પપૈયાના ગરને તવ્ચા પર લગાડવાથી  મૃત ત્વચા દૂર થાય છે. તેની છાલને ચહેરા પર ઘસી પાંચ મિનીટ બાદ ચહેરો ધોઇ નાખવાથી ત્વચા મુલાય મ થાય છે.  હળદરનું સોંદર્ય પ્રસાધનમાં મહત્વનું સ્થાન છે. હળદરમાં કાકડી અને  લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાડવો  ૧૫ મિનીટ બાદ ચહેરો સ્વચ્છ  કરવો .  નિયમિત કરવાથી ત્વચાના વાનમાં થતા ફરક જોવા મળશે. 

લીંબુ ખીલની સમસ્યા દૂર કરવા માટે જાણીતું છે. તેને  ફેસપેક  તરીકે અથવા તો ચહેરા પર લગાડવાથી ત્વચા માટે  બ્લિચિંગજેવું કામ કરે છે. 

ચણાના લોટનો ફેસપેક ત્વચાને નિખારે છે. ચણાના લોટમાં દહીં, લીંબુનો રસ અને ચપટી હળદર ભેળવી પેસ્ટ બનાવવી. અથવા તો ચણાના લોટમાં બદામનો ભૂકો, લીંબુનો રસ,દૂધ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી ૨૦-૩૦ મિનીટ બાદ ધોઇ નાખવું. ત્વચાનો વાન નિખરે છે, ત્વચા પરનું વધારાનું તેલ શોષી લે છે.

Read Also

Related posts

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં જોવા મળી મોબ લિન્ચિંગની ઘટના, કામ પરથી ઘરે પાછા ફરી રહેલાં યુવક પર હુમલો

Mansi Patel

ગાંધીનગર LCBને મળી સફળતા, લૂંટ મર્ડર અને ધાડના કુખ્યાત 3 આરોપીની કરી ધરપકડ

Path Shah

સુરત: જમીન ખરીદીમાં કૌભાંડ થયાની આશંકા, જમીન માલિકે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!