નિયમિત તાજા ફળ, સલાડ, દહીં, ફણગાવેલા કઠોળ રોજિંદા આહારમાં સામેલ કરવા. અનાજ, સ્કિમ્ડ મિલ્ક પનીર, દાળ અને ફળોનું સેવન ભરપૂર માત્રામાં કરવું. બદામયુક્ત આઇ ક્રીમ લગાડવું. એલોવેરા બેસ્ટ આઇ ક્રીમથી ફાયદો થાય છે.

બન્ને હાથની અનામિક આંગળીઓ પર બદામનું તેલ એક-એક ટીપુ લઇને આંખની આસપાસના કાળા કુંડાળા પર હળવેથી મસાજ કરવું. પંદર મિનિટ પછી ભીના રૂથી લુછી નાખવું. પપૈયાના ગરને લઇને તેમાં લીંબુનો રસ અને ચપટી હળદર ભેળવી હળવેથી મસાજ કરવો. આંખની આસપાસની ત્વચા ચમકી ઊઠશે.
કાચા દૂધમાં ચપટી કેસર ભેળવી અડધો કલાક રહેવા દેવું.ત્યાર પછી તેમાં રૂનુ ં પૂમડુ ભીંજવી આંખ પર ૧૦ મિનીટ સુધી રાખવું.
કોણી-ઘૂંટણની કાળાશ દૂર કરવા
ખીરાની સ્લાઇસને કાપી ૧૫ મિનીટ સુધી કોણી અને ઘૂંટણ પર રગડવી. પાંચ મિનીટ પછી પાણીથી ધોઇ નાખવું. નિયમિત કરવાથી કાળાશ આછી થશે.
લીંબુમાં એન્ટીઓક્સિડન્ટ તેમજ વિટામિન સી હોય છે. જે ત્વચાને નિખારે છે. બેકિંગ સોડા કાળાશ દૂર કરવા ક્લિન્જરનું કામ કરે છે. લીંબુની ફાડ પર એક ચમચો બેકિંગ સોડા ભભરાવવો. કોણી અને ઘૂંટણ પર એક મિનીટ સુધી રગડવું. ૧૫ મિનીટ પછી હુંફાળા પાણીથી ધોઇ નાખવું.
દૂધ અને એલોવેરા
ેલોવેરામાં એન્ટી બેકટેરિયલ અને એન્ટી ફંગસ ગુણ સમાયેલા છે. દૂધ અને એલોવેરાનું મિશ્રણ બનાવી ત્વચા પર લગાડવું.અડધોે કલાક પછી ધોઇ નાખવું.
બટાકા
બટાકાને કોણી અને ઘૂંટણની કાળાશ પર રગડવાથી ત્વચા ચમકીલી થાય છે. બટાકાને છીણીને ત્વચા પર લગાડવા અને પંદર મિનીટ બાદ ધોઇ નાખવું.
હળદર
એક ચમચો દૂધમાં ચપટી હળદર ભેળવીને લગાડી હળવો મસાજ કરવો. સુકાઇ જાય બાદ હુંફાળા પાણીથી ધોઇ નાખવું. મિશ્રણમાં થોડું દૂધ પણ ભેળવી શકાય છે. મધ ત્વચા માટે કુદરતી મોઇશ્ચરાઇર તરીકે કામ કરે છે. બે ચમચા મધમાં અડધો ચમચો લીંબુનો રસ અને એક ચમચી બેકિંગ સોડા ભેળવી મૃત તવ્ચા પર લગાડવું. વીસ મિનીટ પછી ઠંડા પાણીથી ધોઇ નાખવું.
- રાજકોટ / ગટર સફાઈ દરમિયાન ઝેરી ગેસને કારણે મજૂર અને કોન્ટ્રાક્ટરનું મોત
- રાજસ્થાનમાં ડિઝનીલેન્ડમાં મોટી દુર્ઘટના, 30 ફૂટ ઉપરથી પડી રાઈડ, ઘણા લોકો ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો
- જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર બહાર દોડી આવ્યાં
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’