GSTV
Home » News » ગરમીમાં સ્કીન કેર છે જરૂરી, આ રીતે ત્વચાને રાખો ખૂબસૂરત અને ગ્લોઇંગ

ગરમીમાં સ્કીન કેર છે જરૂરી, આ રીતે ત્વચાને રાખો ખૂબસૂરત અને ગ્લોઇંગ

ઉનાળો શરૂ થતાં જ  સૂર્યના પ્રખર કિરણોથી ધરતી ધખધખવા લાગે છે. શિયાળાની ફૂલગુલાબી  ઠંડી માણ્યા  પછી આ તાપ આપણને અકળાવી મૂકે તે સ્વાભાવિક છે. ઘરથી બહાર નીકળીએ એટલે ત્વચા દાઝવાની સમસ્યા મોઢું ફાડીને ઊભી હોય. આવામાં ચામડીને કાળી પડતાં બચાવવી શી રીતે? ત્વચા નિષ્ણાતો તેના ઉપાયો જણાવતાં કહે છે….,

ધોમ ધખતા તડકામાં બહાર જવાથી પહેલા સનસ્ક્રીન લોશન લગાડવાનું ન ભૂલો. તેના કારણે ત્વચાને તડકા સામે ઘણાં અંશે સુરક્ષા મળે છે. અલબત્ત, પરસેવો થવાને કારણે થોડા સમયમાં સનસ્ક્રીન લોશન પણ પરસેવા સાથે લૂછાઇ જાય છે. પરિણામે સૂર્યના પારાજાંબલી કિરણો ચામડીને સીધી અસર કરે છે. તડકાની સૌથી પહેલી અસર ચહેરા પર થાય છે. 

ચહેરા પર ડાઘ-ધાબા પડવા લાગે છે. આ સિવાય કેટલીક વખત હોર્મોન્સના અસંતુલન, માનસિક તાણ ,પિત્ત  કે કોઇ દવાની આડઅસરને કારણે પણ ચામડી પર ડાઘ-ધાબા દેખાય છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા તમારા આહારમાં પરિવર્તન લાવો. 

ઉનાળામાં આમેય પાચનશક્તિ મંદ પડી જતી હોવાથી હળવો ખોરાક લેવો સલાહભર્યો બની રહે છે. જો તમારી ત્વચા આમાંના કોઇ કારણસર અસર પામતી હોય તો ખાટાં, આથાવાળા , તળેલા તેમ જ મસાલેદાર પદાર્થો ખાવા પર અંકુશ મૂકો. તેના સ્થાને શરીરને ટાઢક મળે એવો આહાર લો. ભરપૂર પાણી પીઓ. છાશ, લીંબુ શરબત, તકમરિયા, કલિંગડનો રસ, હર્બલ ટી જેવા પ્રવાહી પદાર્થો શરીરને ઠંડક આપે છે. 

સવારના સમયે યોગ કરવાથી આખો દિવસ તાજગી વરતાય છે.ચાંદની રાતમાં ચાલવાથી પણ શરીર ઠંડુ રહે છે.સાથે સાથે મગજને પણ શાંતિ મળે છે. 

ડાઘ-ધાબાવાળી ત્વચા પર આયુર્વેદિક કુમકુમાદી તેલ અથવા નાળિયેર પાણીમાં એક ચપટી હળદર અને એલોવેરાનું  પલ્પ ભેળવીન પ્રભાવિત ભાગ પર  લગાવવાથી પણ રાહત મળે છે. આ મિશ્રણ લગાવ્યા પછી તેને ૨૦ મિનિટ રહેવા દો. ત્યાર પછી ઠંડા પાણીથી  ધોઇ લો. 

દહીં પણ ડાઘ-ધાબાવાળી ત્વચા પર રામબાણ ઇલાજ  પુરવાર થાય છે. ચહેરો ધોયા પછી તેના ઉપર દહીં લગાવો. સુકાઇ જાય એટલે સાદા પાણી વડે ચહેરો ધોઇ લો.

ગરમીની મોસમમાં તૈલીય ત્વચા ધરાવતા લોકોને સૌથી વધુ હેરાનગતિ થાય છે. ગરમીને કારણે તૈલીય ગ્રંથિઓ સક્રિય થવાથી ત્વચા ચીકણી બની જાય છે અને  ચામડી પરના રોમછીદ્રો પુરાઇ જાય છે.  પરિણામે ચહેરા, પીઠ, ગરદન, હાથના ઉપરના ભાગમાં ખીલ થાય છે. જ્યારે કેટલીક વખત રોમછીદ્રો પર ધૂળ જામી જવાથી પણ તે પૂરાઇ જાય છે. 

પરિણામે એ ભાગની ત્વચા ખરબચડી લાગે છે. ત્વચા નિષ્ણાતો કહે છે કે જેમની ત્વચા તૈલીય હોય તેમણે દિવસમાં ઓછામાં ઓછી બે વખત ચામડીને સારી રીતે સાફ કરવી જોઇએ. આવી ત્વચા પર મુલતાની માટી અને લાલ ચંદન પાવડરમાં ગુલાબજળ ભેળવીને લગાવવાથી રાહત મળે છે.  

તૈલીય ત્વચા ધરાવતી મહિલાઓએ આ મોસમમાં ચંદન, ગુલાબજળ, એલોવેરા અને લીમડા  જેવા પદાર્થો ધરાવતું મોઇશ્ચરાઇઝર લગાવવું. તેવી જ રીતે લીમડો, લીંબુ, ફુદીનો ધરાવતું ે ફેસવોશ પણ તેમના ચહેરા પરના વધારાના તેલને દૂુર કરવામાં મદદ કરે છે. 

સંતરાની છાલ સુકવીને તેને દળી રાખો. તેમાં લીમડાના સુકવેલા પાનને પણ દળીને નાખો. હવે તેમાં બે ચમચી શેરડીના ેરસ, એક ચમચી જવના ેલોટ, બદામ તેલના થોડાં ટીપાં નાખો. આ બધી સામગ્રીન સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણ ચહેરા પરલગાવીને ૧૫ મિનિટ પછી ચહેરો ધોઇ લો. ત્યાર પછી હર્બલ સનસ્ક્રીન લગાવો. 

આ સિવાય ટામેટાના પલ્પમાં લીંબુના થોડાં ટીપાં નાખીને ચહેરા પર લગાવવાથી પણ ચામડીને પોષણ મળે છે. આ પ્રકારના પેક ગ્રીષ્મ ઋતુમાં ત્વચાને સામાન્ય રાખવામાં સહાય કરે છે. આ સિવાય ગાજર, લીલા શાકભાજી નાળિયેર પાણી, લીંબુુ પાણી  પણ તૈલીય ત્વચા માટે રામબાણ પુરવાર થાય છે. 

ઉનાળામાં ત્વચા ખરબચડી થઇ જાય તો  શું કરવું તેના વિશે ત્વચા નિષ્ણાતો કહે છે કે આહારમાં દહીં, લસણ, દૂધી, તુરિયા જેવા હળવા શાક લો. 

કોકા બટરથી ત્વચાને એક્સફોલિયેટ કરો. તેનાથી મૃત ત્વચા દૂર થાય છે અને ચામડીનો રંગ સાફ દેખાય છે. કોકા બટરને કારણે ત્વચામાં ભીનાશ આવવાથી પણ ચામડી સામાન્ય દેખાય છે. શેરડીના રસમાં સમુદ્રી ફીણયુક્ત બોડી પોલીશર,બદામ અથવા જોજોબાના તેલના થોડાં ટીપાં નાખીને  ત્વચા પર લગાવવાથી પણ ખરબચડી ચામડી સુંવાળી બને છે. 

તીવ્ર તડકાની અસર ચહેરા જેટલી જ હાથ-પગ પર પણ પડે છે. ખાસ કરીને જે મહિલાઓ  ટૂંકી બાંયના ટોપ અને બૂટને બદલે ચંપલ અથવા સેંડલ પહેરતી હોય તેમના હાથ-પગની ચામડી પર સીધો તડકો લાગવાથી એ ભાગની ચામડી બળી જાય છે. આવું ન બને એટલા માટે શક્યતઃ આખી બાંયના ટોપ પહેરો. ચંપલ કે સેંડલને બદલે બૂટ પહેરો. અલબત્ત, તેમાં તાપ બિલકુલ નહીં લાગે એમ ન કહી શકાય. 

પરંતુ તેની તીવ્રતા ઘટાડી શકાય છે. આમ છતાં હાથ-પગનો કેટલોક ખુલ્લો ભાગ કાળો પડી જાય છે. દાઝી ગયેલી આ ત્વચાને સામાન્ય બનાવવામાં કાચું દૂધ ઔષધિનું કામ કરે છે. તેથી સ્નાન કરવાથી ૧૦ મિનિટ પહેલા દાઝી ગયેલી ત્વચા પર કાચું દૂધ લગાવો. તેને કારણે ચામડી સામાન્ય બનવામાં મદદ મળે છે. આ સિવાય વર્જિન કોકોનટ ઓઇલ, પાકેલું પપૈયું લગાવવાથી પણ દાઝી ગયેલી ત્વચા પર રાહત મળે છે. 

Related posts

ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલા વાહનોમાં થાય છે દારૂની હેરાફેરી, કોંગ્રેસના આ ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ

Nilesh Jethva

જો તમે ઓફિસમાં તમારૂ પ્રદર્શન સારૂ કરવા ઈચ્છતા હોય તો કરો આ કામ

Kaushik Bavishi

ICCએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તાત્કાલિક બરતરફ કરાયું, જાણો શા માટે આટલી મોટી કાર્યવાહી કરાઈ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!