ઇન્ટરવ્યૂમાં માહિતી હોવી કાફી નથી, મેકઅપ પણ છે ખૂબ જ જરૂરી

ઇન્ટરવ્યૂ સમયે આપણી માહિતી અને જ્ઞાનની ચકાસણી થતી હોય છે તેથી આ બાબતો તો ખૂબ જ જરૂરી છે જ ઉપરાંત ઇન્ટરવ્યૂ સમયે મેકઅપ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તેથી ઇન્ટરવ્યૂ વખતે મેકઅપ દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

મેકઅપ સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો : 

૧. મેકઅપ દ્વારા ચહેરાના કોઈ એક જ ભાગને આકર્ષક બનાવવાનો પ્રયાસ કરવો જેમકે આંખ કે ગાલ. ક્યારેય વધારે પડતો મેકઅપ ના કરવો, કારણકે તે ઇન્ટરવ્યૂ દરમિયાન ખૂબ જ ભભકાદાર લાગશે.

 

૨. મોટાભાગે છોકરીઓ ઇન્ટરવ્યૂ સમયે કપડાથી માંડીને ડૉક્યુમેન્ટ ફાઇલ સુધીની દરેક વસ્તુ પર પૂરતું ધ્યાન આપે છે પરંતુ પોતાના મેકઅપ પર ધ્યાન આપતી નથી. કોઈ પણ ઇન્ટરવ્યૂ દરમિયાન ફોર્મલ કપડાં જેટલા મહત્વના છે એવી જ રીતે મેકઅપ પણ આટલું જ મહત્વ ધરાવે છે.

 

૩. ત્વચાને સાફ કરવા માટે રાત્રે ટમેટાની સ્લાઈસ ચહેરા પર ઘસો અને ૧૫ મિનિટ બાદ ચહેરો ધોઈ લો. તેનાથી તમારો ચહેરો કુદરતી ચમક પામશે.

 

૪. આઇલાઇનર પાતળી જ રાખવી કારણકે ઇન્ટરવ્યૂ સમયે વધારે મેકઅપ  જરૂરી નથી. સામાન્ય મેકઅપ થી વધુ સુંદર અને આકર્ષિત દેખાવ ઇન્ટરવ્યૂ સમયે મહત્વનો ભાગ ભજવે છે.

 

૫. હમેશા ટીશ્યુ સાથે જ રાખવું જેનાથી ઇન્ટરવ્યૂ સ્થળે પહોચતા પહેલા રસ્તાની ધૂળથી જો મેકઅપ ખરાબ થઇ જાઈ તો તેને ટીશ્યુથી સાફ કરી શકાય.

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter