GSTV
Home » News » નવરાત્રી પહેલાં ચહેરાને ઝટપટ નિખારવા અપનાવો આ બ્યૂટી ટિપ્સ

નવરાત્રી પહેલાં ચહેરાને ઝટપટ નિખારવા અપનાવો આ બ્યૂટી ટિપ્સ

મોટાભાગના લોકો સમયની કમીને કારણે ત્વચા પ્રત્યે વધુ ધ્યાન નથી આપી શકતા. જેને કારણે સ્કિન ડલ થઈ જાય છે. જો તમારી સાથે પણ આ જ સમસ્યા છે તો અમે તમને બતાવી રહ્યા છે કેટલીક વિશેષ ઘરેલુ ટિપ્સ. જેને અપનાવી લેશો તો ચેહરો ચમકવા લાગશે.

 1. બે ચમચી બેસનમાં અડધો નાની ચમચી હળદર મિક્સ કરો. આ મિશ્રણમાં દસ ટીપા ગુલાબ જળ અને દસ ટીપા લીંબૂના મિક્સ કરી ફેંટો. ત્યાબાદ થોડુ કાચુ દૂધ મિક્સ કરીને પાતળો લેપ બનાવી લો. આ લેપને ન્હાતા પહેલા ચહેરા પર લગાવો. અડધો કલાક પછી ચેહરો ધોઈ લો.
 2. આંખોની નીચે કાળા ડાધ પડ્યા હોય રોજ આંખોની આસપાસ કાચા બટાકાના ટુકડા વડે
  હળવા હાથે મસાજ કરો.
  થોડાક જ દિવસોમાં કાળા કુંડાળા દૂર થઈ જશે.

 1. એક ચમચી મઘને લઈને તેને ચેહરા પર હળવા હાથે લગાવો. 15-20 મિનિટ લગાવી રહેવા દો. પછી ચેહરો ધોઈ લો. તૈલીય ત્વચા હોય તો મઘમાં ચાર પાંચ ટીપા લીંબૂનો રસ મિક્સ કરીને લગાવો.

 1. જવનો લોટ, હળદર અને સરસિયાનું તેલ પાણીમાં મિક્સ કરીને ઉબટન બનાવી લો. રોજ શરીર પર માલિશ કરી ગરમ પાણીથી ન્હાવ. દૂધમાં કેસર મિક્સ કરીને પીવો.

 1. સંતરાનુ જ્યુસ પીવો. સંતરાના છાલટાને સુકાવીને પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવો. આ ખૂબ કારગર નુસ્ખો છે.

 1. મુલ્તાની માટીમાં ગુલાબ જળ મિક્સ કરીને લગાવવાથી રંગત નીખરે છે.

 1. બે ચમચી ખીરાનો રસ. અડધી ચમચી લીંબૂનો રસ ને ચપડી હળદર મિક્સ કરીને લગાવો.

 1. ચાર ચમચી મુલતાની માટી, બે ચમચી મઘ, બે ચમચી દહી અને એક લીંબૂનો રસ મિક્સ કરીને ત્વચા પર લગાવો. અડધો કલાક પછી ચેહરો ધોઈ લો.

Related posts

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

JK: અબ્દુલા, ઉમર અને મહેબૂબા ટૂંક સમયમાં બહાર આવી શકે છે, રક્ષાપ્રધાને આપ્યા સંકેત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!