દરરોજ સવાર- સાંજ આ વસ્તુનો ઉપયોગ ત્વચામાં લાવશે ગજબનો નિખાર

આજના સમયમાં દરેક માણસ, પુરુષ કે સ્ત્રી, પોતાની જાતને સુંદર જોવા માંગે છે, તે ઇચ્છે છે કે તેઓ ગોરા અને આકર્ષક દેખાય. તે માટે તેઓ વિવિધ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ  કરે છે. બજારમાં ઘણી બધી દવા ઉપલબ્ધ છે, જે દાવો કરે છે કે થોડા જ દિવસોમાં શક્ય તેટલી વહેલી તકે  ત્વચાને સુંદર અને આકર્ષક બનાવશે. પરંતુ, આ દવાઓનો ઉપયોગ કરનારા લોકોની ત્વચામાં કોઈ પણ પ્રકારનો બદલાવ આવતો નથી.

ગોરી ત્વચા માટેની આ ક્રિમ અને દવાઓમાં મેળવેલા રસાયણો ત્વચાને ખૂબ અસર કરે છે. જેનથી ત્વચા વધુ ખરાબ દેખાય છે પરંતુ અહીં જણાવેલા ઘરગથ્થુ ઉપચારોની મદદ થી તમે સુંદરતા પામી શકો છો.

ગોરી ત્વચા મેળવવા માટે શું કરવું: –

જો તમે ખરેખર સુંદર ત્વચા મેળવવા  માંગો છો, તો તમારી પાસે ખૂબ જ સરળતા થી પ્રાપ્ત થઈ શકે તેવો ઉપચાર છે એલોવેરા. જે લગભગ દરેક ઘરમાં અથવા આસપાસ ના ઘર માં  જોવા મળે છે. કુંવારપાઠું એવી વનસ્પતિ છે જેમાં ખૂબ વધુ માત્રામાં ખનિજો અને વિટામીનનો સમાવેશ થાય છે જે ત્વચાને સુંદર બનાવવા માટે કામ કરે છે. એલોવેરાને દરેક પ્રકારની ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. એલોવેરાના ઉપયોગથી ચહેરા પરના ફોલ્લાઓ અને ડાધ દૂર થઈ શકે છે.

એલોવેરાનો ઉપયોગ કઇ રીતે કરવો –

એલોવેરા જેલમાં ચોખાનો લોટ અથવા ખાંડ ઉમેરી ચહેરા પર હળવા હાથથી મસાજ કરો, થોડા સમય માટે તેનો  સ્ક્રબ તરીકે ઉપયોગ કર્યા પછી ચહેરો સાફ કરી લો. જેનાથી ત્વચાનો રંગ નિખરશે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter