GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

તમારા કેશ લાંબા અને ઘટાદાર બનાવશે આ ઘરગથ્થુ ઉપાયો

beauty tips for hair

સ્ત્રી હોય કે પુરૂષ સારા વાળની બંન્નેને ગમતા હોય છે. અહીં આપેલી આ 6 ટિપ્સ તમને સ્વસ્થ વાળ કરવામાં મદદ કરશે

1.નિયમિત ધોવા
જે રીતે માથામાં તેલ નાંખવું જરૂરી છે તે રીતે વાળની સફાઈ અને ધોવા પણ જરૂરી છે. જો તમારા વાળ લાંબા હોય તો અઠવાડિયામાં બે વાર ધોવા. તમારા માથાની સફાઈ ખૂબ જરૂરી છે.

2.પોષણયુક્ત ખોરાક

વાળ માટે આહાર ખૂબ સારો હોવો જોઈએ. જેમ કે- લીલી અને તાજી શાકભાજી, બદામ, માછલી, નારિયેળ વગેરે આ તમામને તમારા ડાયટમાં સામેલ કરો અને લાંબા વાળ મેળવો.

3.ટ્રિમ કરાવો
વાળને ત્રણ મહિના પર એકવાર તો જરૂર ટ્રિમ કરાવવા, જેથી બેમુખી વાળમાંથી મુક્તિ મળે. વાળને ટ્રિમ કરાવવાથી વાળ જલ્દી વધતા પણ હોય છે.

4.વાળને બાંધીને રાખો
લાંબા વાળને પ્રદૂષણ, ધૂળ, માટી અને હવાથી બચાવવા જોઈએ. જો તમે ક્યાંય પ્રવાસ પર નીકળ્યા હોવ તો વાળને બાંધી લેવા જોઈએ.

5.તેલના પ્રકાર
વાળને જલ્દી વધારવા માટે ગમે તે તેલ ઉપયોગી નહીં બને. આ માટે સારું તેલ બદામનું ઉપયોગી થશે. બદામના તેલમાં વિટામીન વગેરે વધુ હોય છે.

6.વાળમાં તેલ લગાવો
જો તમારે વાળ વધારવા હોય તો તેમાં તેલ નાંખવાનું રાખો. વાળમાં આશરે 1 કલાક માટે તેલ લગાવીને રહેવાદો જેથી વાળની જડમાં તેલ જાય. માથા પર હળવા ગરમ તેલથી માલિશ કરો અને ગરમ પાણીમાં ડૂબાડેલ રૂમાલથી માથું ઢાંકી દેવું.

Related posts

કોરોના બાદ થિયેટરો ખૂલતાં જ આ 10 મોટી ફીલ્મો આગામી 6 મહિનામાં થિયેટરોમાં થશે રિલીઝ

Dilip Patel

ભુલથી WhatsAppમાંથી ફોટો કે વીડિયો થઈ ગયો છે Delete? આ ટ્રિકથી આવી જશે પાછો

Arohi

હવે નહિ મળે નવા ફોન્સમાં ચાર્જર, Samsung કરી શકે છે શરૂઆત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!