GSTV

આલિયા ભટ્ટે જણાવ્યું તેની સુંદરતાનું રહસ્ય, આ ઘરઘથ્થુ ઉપાય અજમાવે છે તે પણ

ગલી બૉય અને રાઝી જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો ડંકો વગાડનાર આલિયા ભટ્ટ બોલિવૂઅની સૌથી સુંદર એક્ટ્રેસમાંની એક છે. તે એક્ટિંગની સાથે-સાથે લવ લાઇફથી પણ બહુ ચર્ચામાં રહી છે અને સાથે-સાથે સુંદરતાની બાબતમાં પણ બહુ મોટું ફેન ફોલોઇંગ છે તેનું. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં આલિયાએ તેના સુંદર ચહેરા અને ચમકતી ત્વચાનું રહસ્ય જણાવ્યું છે, જેને તમે પણ કરી શકો છો ટ્રાય.

ભરપૂર ઊંઘ છે જરૂરી
આલિયા મેકઅપ વગર પણ એટલી સુંદર લાગે છે કે, કોઇપણ છોકરીને તેના જેવી સ્કીન મેળવવાની ઇચ્છા થાય. તેની આ સુંદરતા જાળવી રાખવાના સૌથી મોટા રહસ્ય તરીકે આલિયાએ જણાવ્યું કે, તે ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લે છે. કામ અને મેકઅપમાં રહેવાના કારણે ત્વચા શ્વાસ નથી લઈ શકતી. માટે રાત્રે મેકઅપ ઉતારી પૂરતી ઊંઘ લેવાથી ત્વચાને પણ આરામ મળે છે અને સુંદરતા જળવાઇ રહે છે.

ખાનપાનનું ધ્યાન રાખવું
ત્વચાની સુંદરતા જાળવી રાખવા ખાન-પાનનું પણ ધ્યાન રાખે છે. ભોજનમાં પૂરતાં વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ કરવો. શરીરની આંતરિક અને બાહ્ય સુંદરતા માટે વિટામિન એ ખૂબજ જરૂરી છે. વિટામિન સીનું સેવન કરવાથી શરીરમાં માંસપેશિઓ બને છે અને એન્ટીઑક્સિડેન્ટનું કામ કરે છે.

પાણી પીવું છે જરૂરી
શરીરને તરોતાજા રાખવા માટે સૌથી મહત્વનું છે પુષ્કળ પાણી પીવું. પાણી શરીરમાંથી કચરાનો નિકાલ કરે છે, જેનાથી ત્વચા ચમકે છે. સુંદરતા માટે દિવસમાં ઓછામાં ઓછું 4-5 લિટર પાણી પીવું જ જોઇએ.

મેકઅપ કાઢીને જ સૂવે છે આલિયા
આલિયા જણાવે છે કે, તે રાત્રે પૂરેપૂરો મેકઅપ ઉતારીને જ સૂવે છે. આ માટે પણ તે પ્રાકૃતિક વસ્તુઓનો જ ઉપયોગ કરે છે. તે ચહેરાને સ્વચ્છ પાણીથી ધોયા બાદ ઉપર કઈંજ લગાવતી નથી.

આલિયાનો મનપસંદ ઘરેલૂ નૂસખો
મોટાભાગના લોકો સુંદરતા માટે ઘરેલૂ નૂસખાઓનો ઉપયોગ તો કરતા જ હોય છે. આલિયા પણ ચહેરા પર આંખ નીચે આવી ગયેલા સોજાને દૂર કરવા માટે બરફનો ઉપયોગ કરે છે. તે જણાવે છે કે, ચહેરા પર ખીલ થઈ ગયા હોય તો તે તેના પર મુલ્તાની માટી લગાવવાનું પસંદ કરે છે.

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!