GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

આ બ્યૂટી ક્વીને કોસ્ટા રીકાના પૂર્વ રાષ્ટ્રપતિ પર જાતિય શોષણનો લગાવ્યો આરોપ

એક પૂર્વ બ્યૂટી ક્વીન યાજમિન મોરાલ્સે કોસ્ટા રીકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઑસ્કર એરિયસ પર જાતીય દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે. યાજમિને એક ઔપચારિક ફરિયાદ નોંધીને કહ્યું છે કે એરિયસે વર્ષ 2015માં તેમની સાથે જાતિય શોષણ કર્યુ હતું. એરિયસ કોસ્ટા રીકાના એક મોટા રાજનેતા છે. તેમણે બે વખત રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું છે. તેમની વિરુદ્ધ આવી ફરિયાદ સામે આવ્યા બાદ દરેક વ્યક્તિ આશ્ચર્યમાં છે.

આ ઘટના એવા સમયે સામે આવી છે, જ્યારે એરિયસ સામે અમૂક મહિલાઓએ આવી જ ફરિયાદ નોંધાવી છે. યાજમિનનું કહેવુ છે કે એરિયસે પોતાના સેન જોસ સ્થિત ઘરમાં તેમની સાથે છેડછાડ કરી હતી. ત્યારબાદ તેઓ યાજમિન સાથે સંપર્ક કર્યા બાદ સોશિયલ મીડિયાનો આધાર લેવા લાગ્યાં.

યાજમિનનું કહેવુ છે કે એરિયસે તેમને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. તેઓ વધુ હેરાન હતા કે તેઓ જે વ્યક્તિને ઓળખે છે અને વારંવાર તેમની પ્રશંસા કરે છે, તેઓ આવુ કરશે. યાજમિનનું કહેવુ છે કે એરિયસ તેમની સાથે આવુ વર્તન કરશે તેવી મને બિલકુલ આશા નહતી. કોસ્ટા રીકા પ્રોસીક્યુટરના કાર્યાલયે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે જાતિય શોષણના ગુના માટે એરિયસની સામે નવી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઓછામાં ઓછી પાંચ મહિલાઓએ એરિયસ પર બેહોશ કરીને જાતિય શોષણ કર્યાનો આરોપ લગાવ્યો છે. મહિલાઓનું કહેવુ છે કે એરિયસની સામે કાર્યવાહી થવી જોઈએ. તો પૂર્વ રાષ્ટ્રપતિએ પોતાના પર લગાવવામાં આવેલા દરેક આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં છે. તેમનું કહેવુ છે કે તેમણે ક્યારેય કોઈ પણ મહિલા સાથે ખોટું કર્યુ નથી અને પોતાની આખી કારકિર્દી દરમ્યાન લિંગ સમાનતા માટે લડાઈ કરી છે.

એરિયસ પહેલા વર્ષ 1986-90 સુધી રાષ્ટ્રપતિ પદ પર રહ્યાં છે. ત્યારબાદ તેઓ ફરીથી વર્ષ 2006-10 સુધી આ પદ પર રહ્યાં છે. હાલમાં તેઓ એવા ફાઉન્ડેશનના હેડ છે, જે શાંતિ અને નિશસ્ત્રીકરણના પ્રચારનુ કામ કરી રહી છે. એરિયસના વકીલ ગ્લોરિયાના વલ્લાડેર્સનું કહેવુ છે કે મીડિયા દ્વારા જાણ થયા બાદ તેમને નવી ફરિયાદની કૉપી મળી છે. વકીલનુ કહેવુ છે કે 78 વર્ષીય એરિયસે આ મામલે હજી સુધી કોઈ ટિપ્પણી કરી નથી.

READ ALSO

Related posts

Google નો નવો સ્માર્ટફોન Pixel 4a આજે થશે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Ankita Trada

પાક વિમા કૌભાંડ મામલો, ખેડૂતોએ સરકાર સામે માંડ્યો મોરચો

pratik shah

નેપાળની નવી ચાલ, હવે ઉત્તરાખંડના આ હિસ્સા પર જમાવી રહ્યું છે પોતાનો હક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!