GSTV

અતિ સુંદરતા પણ નકામી: આ બ્યૂટી ક્વિનની સુંદરતાએ તેની નોકરી છોડાવી, લોકો કામ ઓછુ અને તેના પર આપતા હતા વધારે ધ્યાન

Last Updated on February 17, 2021 by Pravin Makwana

રોમાનિયાની એક પૂર્વ મોડલે પોતાની પૂર્વ સંસ્થા પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. કેટલાય બ્યૂટી કોન્ટેસ્ટનો તાજ પોતાના માથે લગાવી ચુકેલી આ સુંદર બ્યૂટી ક્વીનનું નામ ક્લોડિયા એડિલિન છે. 27 વર્ષિય આ પૂર્વ મોડલે દાવો કર્યો હતો કે, તેને નોકરી એટલા માટે છોડવી પડી કારણ કે, તે અત્યંત સુંદર છે.

જણાવી દઈએ કે, થોડા સમય પહેલા એક હોસ્પિટલમાં તેને જોબ ઓફર થઈ હતી. રોમાનિયાના સ્થાનિક અખબારમાં જણાવ્યા પ્રમાણે 27 વર્ષિય બ્યૂટી ક્વીન ક્લોડિયાને રોમાનિયાની ન્યૂમોફિથિસિયોલોજી ક્લિનિકલ હોસ્પિટલના બોર્ડમાં અઠવાડીયા પહેલા નોકરી મળી હતી.

રોમાનિયાની જાણીતી હોસ્પિટલ (Romanian Pneumonia Clinical Hospital) માં જોબ કરી ચુકેલી ક્લોડિયા ખૂબ ભણેલી છે. ક્લોડિયા પાસે કાયદાની અને યુરોપિયન ઈશિક્સ એમ બે વિષયોમાં ગ્રેજ્યુએટ છે. જો કે, અહીં આ હોસ્પિટલમાં નોકરી છોડ્યા પહેલા પગાર વગર કામ કરવા માટે કહેવાયું. નોકરી છોડ્યા બાદ તેણે સોશિયલ મીડિયા પર આ પાછળનું કારણ બતાવ્યું, સાથે જ તે પોતાની કામયાબીના સફરને પણ યાદ કરે છે.

સોશિયલ મીડિયા પર કર્યો હતો ખુલાસો

ક્લોડિયાએ 8 ફેબ્રુઆરીના રોજ પોતાની કરિયરની સફર સોશિયલ મીડિયા પર એક તસ્વીરના માધ્યમથી શેર કરતા આ પ્રકારનો ખુલાસો કર્યો હતો. તેણે પોસ્ટમાં લખ્યુ હતું કે, હું બોર્ડના વિશ્વાસ અને સમર્થનનો આભારી છું. આ ઘટનામાં અચાનક તેની પાસેથી રાજીનામુ માંગી લેવામાં આવ્યું. તેની નોકરી જવા પાછળનું કારણ ફક્તને ફક્ત તેની સુંદરતા છે. સોશિયલ મીડિયા પર લોકો પણ આ જ વાતનો ઉલ્લેખ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

રશિયા vs અમેરિકા/ વિવાદે લીધો નવો વળાંક, યુક્રેનના રાષ્ટ્રપતિ અમેરિકા પર વરસ્યા

GSTV Web Desk

અમિત શાહનો દાવો : સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જયંત ચૌધરીને આપશે દગો, આઝમ ખાનને મળશે તક

GSTV Web Desk

મોટા સમાચાર / ભારત પર હાલ નથી ઘાતક NeoCov વાયરસનું જોખમ, જાણો કેમ ?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!